ક-૭ પાસે ટ્રક પલટતાં યુવકનો પગ દબાયો, લોકોએ ટ્રકઊંચો કરી કાઢ્યો

1034

ગાંધીનગર ક-૭ પાસે ટ્રક પલટતા બાઈક પર બેઠેલા એક યુવકનો પગ દબાઈ ગયો હતો. ઘટનાને પગલે દોડી આવેલા લોકોએ લોખંડના સળીયા, કોશ સહિતના સાધનો નાખીને ટ્રક સહેજ ઉંચો કરીને તાત્કાલિક યુવકનો પગ બહાર કાઢી લીધો હતો. અકસ્માતમાં યુવકનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે પરંતુ જો ટ્રક સહેજ વધુ આગળ પલટ્યો હોત તો યુવકનો જીવ પણ ગયો હોત.

ઘટનાની વિગતો પ્રમાણે અમદાવાદ શાહીબાગ જ્યુપીટર મીલની ચાલીમાં રહેતો ૩૦ વર્ષીય દાનિશ ઈબ્રાહિમ પઠાણ માણસા ખાતે વિનાયક ઓટો કેરમાં નોકરી કરે છે. બુધવારે સાંજે તે માણસાથી બાઈક લઈને નીકળેલો યુવક ૬ વાગ્યાના સુમારે ક-૭ ટર્નિગ ઉપર પોતાના ભાઈની રાહ જોતો હતો. આ જ સમયે ક-૭થી ઘ-૭ તરફ વળવા જતા રૂની ગાંસડીઓ ભરેલો ટ્રક પલટી ગયો હતો. ટ્રક દાનિશના બાઈક પર પડતા બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને યુવકનો એક પણ ટ્રક નીચે દબાઈ ગયો હતો. દોડી આવેલા લોકોએ મળીને યુવકનો પગ બહાર કાઢી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. અકસ્માત બાદ ઇત્ન-૦૩-ય્મ્-૫૩૫૩ નંબરના ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.

Previous articleમોખાસણના યુવકે કલોલમાં ટ્રેન નીચે ઝંપલાવ્યું
Next articleશહેરમાં રોડ સાઈડ કેરીવાળાના દબાણો : ટ્રાફિક અકસ્માતનો ભય અને પરેશાની