નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી.
અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.