ગાંધીનગરમાં મહાનગર પાલિકા આવ્યા બાદ આમ તો સરકારી જમીન પર કોઈપાણ મંડપ બાંધવાના નિયમો છે અને મંજૂરી લઈ ચોકકસ ફી ચૂકવ્યા બાદ પરમીશનથી બાંધી કોમર્શીયલ વેપાર કરવાની વ્યવસ્થા હોવા છતાં કેરીના વેપારીઓ દ્વારા મોટા પાયે રોડ ઉપર જ તથા રોડની બાજુમાં મંડપો બાંધી દબાણો ઉભા કરવામાં આવ્યા છે. જો કે સત્તાવાળાઓએ આવા દબાણો જયાં ટ્રાફિકને નડતર હોય અને ગેરકાયદેસર હોય તેને હટાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. એકવાર તેમને દબાણ ખાતા દ્વારા હટાવવામાં પણ આવ્યા હતા. પરંતુ વર્ષોથી ખાઈ બદેલા આ ખાનગી વેપારીઓ ફરી ફરી દબાણો ઉભા કરી દેતા હોય છે. જેથી તંત્રને તેમની સામે લાલ આંખ કરવાની જરૂર છે.
વીઆઈપી ટ્રાફિક સમા ચ-રોડ પર મોટા મોટા ટ્રેકટર લઈ કેરીઓ વેચવા ઉભા થતાં ટ્રાફિકને અડચણ તેમજ અકસ્માત થાય કારણ કે કેરી લેવા ગ્રાહકો વાહન સાથે જ રોડ પર ઉભા થઈ જાય છે.
મુખ્યમંત્રીના સ્વર્ણિમ સંકુલના નાકે, ચ-ર આગળ, ચ-૩ આગળ, સેકટર – ર૪ તથા સેકટર – ૧૧ માં આવા મંડપો ઉભા થઈ ગયા છે.