બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ઓરિસ્સામાં ત્રાટકેલા ચક્રવાતી ફેનીથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયું છે. આજે સવારે ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની ચક્રવાતી તોફાન ત્રાટક્યા બાદ અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. પ્રચંડ ગતિ સાથે પવન ફુંકાયો હતો. ભયંકર તોફાનના કારણે તેના પ્રભાવવાળા વિસ્તારોમાં અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઝુંપડાઓ ઉડી ગયા હતા. ધાર્મિક સ્થળ પુરીના વિસ્તારમાં અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તોફાન બાદ હજુ સુધી ઓરિસ્સામાં ત્રણના મોત થયા છે. ૧૨ લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવી ચુક્યા છે. નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. હવે ફેની તોફાન નબળુ પડી રહ્યું છે અને બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. શ્રેણીબદ્ધ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ કરવામાં આવી ચુક્યા છે. ટ્રેન અને વિમાની સેવા બંધ કરવામાં આવી છે. અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની આજે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી. ચક્રવાતને પહોંચવાની પ્રક્રિયાને પૂર્ણ થવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ચક્રવાત માટે બનનવામાં આવેલા ૮૮૦ કેન્દ્રોમાં પણ લોકોને પણ ખસેડવામાં આવ્યા છે. ૧૨ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી પાંચ હજાર સેન્ટરોમાં આ લોકોને રાખવામાં આવ્યા છે. પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા.અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી. નુકસાનને ટાળવામાં તંત્રને મોટા ભાગે સફળતા મળી છે. ફેની ત્રાટકે તે પહેલા ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી.
આ ગાળા દરમિયાન ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા હતા. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ફેનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને બાવન શહેરો પ્રભાવિત થયા છે. આવી સ્થિતીમાં ૫૦૦૦ શેલ્ટર હોમ બનાવી દેવામાં આવ્યા છે. જ્યાં ૧૨ લાખ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. ઓરિસ્સાના પુરીમાં વાવાઝોડુ ત્રાટકી ગયા બાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે
ઓરિસ્સા, બંગાળ અને આંધ્રમાં ખતરો અકબંધ
ચક્રવાતી ફેની તોફાન ત્રાટક્યા બાદ તેની અસર હેઠળ ઓરિસ્સામાં ભારે નુકસાન થઈ ચુક્યું છે. હવામાન વિભાગ અને ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ખતરો હજુ ટળ્યો નથી. આંધ્રપ્રદેશ, બંગાળ, ઉત્તર પૂર્વ અને ઓરિસ્સામાં હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડુ નબળું પડ્યું છે પરંતુ હજુ ભારે વરસાદ થશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે કે ચક્રાવાતી ફેનીના પરિણામ સ્વરૂપે એમ્સ પીજી ૨૦૧૯ માટે કેન્દ્ર તરીકે ભુવનેશ્વરને રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. બીજુ પટનાયક વિમાની મથકને પણ ભારે નુકસાન થયું છે. નેપાળની હવામાનની સ્થિતિમાં પણ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં તેની અસર ધીમી ગતિથી ઓછી થવાના સંકેત મળી રહ્યા છે.