ખેડા શહેર માંથી જિલ્લાની કચેરીઓ નડિયાદમાં ખસેડાયા બાદ મહત્વ ઘટી ગયું હતું, બીજીબાજુ ખેડા વાત્રક નદી તટમાં તડબૂચની ખેતીના બંધ થઇ જતાં દેશી તડબૂચની અછત સર્જાવવા લાગી હતી. ખેડા હાઇવે પરની ઠેર ઠેર હાટડીઓના વેપારીઓ દ્વારા બેંગ્લોર, મહારાષ્ટ્ર, મૈસુર, યુ.પી., રાજસ્થાનથી માલ લાવીને વેચી રહ્યા છે. આ વખતની ઉનાળાની સિઝનમાં તાઇવાનના પીળા તડબૂચે આકર્ષણ જમાવ્યું હતું અને તેની માગ પણ વધી હતી. તડબૂચ ૩૦થી ૪૦ રૂા. કિલોના ભાવે વેચાય છે.ખેડાના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે તાઇવાનના તડબૂચ લાવ્યા હતા. જે તડબૂચ સામાન્ય તડબૂચ કરતા અલગ દેખાય છે. હાલમાં જે તડબૂચ બહારથી લીલા અને અંદરથી લાલ હોય છે.
જયારે તાઇવાનના તડબૂચ બહારથી પીળા અને અંદરથી લાલ હોય છે અને એમાં જ એક બીજી વેરાયટી બહારથી કાળા અને અંદરથી પીળા દેખાય છે. વેપારીના કહેવા પ્રમાણે તાઇવાનના તડબૂચ સુગરફ્રી તડબૂચ તરીકે ઓળખાય છે. પ્રથમવાર અમોએ આ માલ વેચવા માટે લાવ્યા હતા પરંતુ અડધા જ દિવસમા઼ પ્રથમ વખત માલ લાવેલા તે વેચાઇ ગયો હતો અને હાલ બીજી વખત લાવ્યા છે.