કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો

622

ઓડિશામાં ફની સાયક્લોન તબાહી મચાવી રહ્યું છે. તેવામાં કચ્છના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો. કચ્છના નખત્રાણામાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને બપોરે ૩ વાગ્યા બાદ અચાનક જ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અને થોડા જ સમયમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. ફની વાવાઝોડાને કારણે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણમાં ગરમી ઓછી થવાની આગાહી કરી હતી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાંથી રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. કચ્છના નખત્રાણામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં પહેલાં ભારે પવન ફૂંકાયો હતો. અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અને પળવારમાં જ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.

હવામાન વિભાગે કચ્છમાં થયેલ કમોસમી વરસાદને થંડર સ્ટ્રોમ એક્ટિવિટી ગણાવી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે, ગરમીનું પ્રમાણ વધતાં અને ગરમ હવાઓને ભેજ મળતાં વાદળાં બંધાઈ છે અને તેને કારણે કરાં સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, મે મહિનામાં જોવા મળતી આ પ્રકારની થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય.

Previous articleઆજે શનિ અમાવસ્યા : શનિ મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટી પડશે
Next articleભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહની હત્યા સમાન : અમિત ચાવડા