બોટાદ જિલ્લાના રાણપુર ચંપાબેન સુખલાલ ગદાણી હાઇસ્કુલ વિદ્યામંદિરમાં વાર્ષિક ઉત્સવમાં તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છાત્ર-છાત્રાઓ, વાલી, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષિત લોકોમાં ઢગલાબંધ અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાના દર્શન ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારી તંત્રે જાથાનો કાર્યક્રમ હોય વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન સંચાલન સંજીવકુમાર ગદાણી, ભૂપતભાઇ મકાણી, જીવાભાઇ કાળોતરા, કનકબેન સાપરા, સંજીવકુમાર ગદાણીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ છાત્ર-છાત્રાઓ, વાલીઓને સંબોધતા જણાવ્યું કે માનવીનું વર્તન, વ્યવહાર, કર્મ ૨૧મી સદીને અનુરૂપ હોવું જોઇએ. પુરૂષાર્થ, વાસ્તવવાદ, વિજ્ઞાનને અનુસરવાથી મહત્તમ ફાયદા મળે છે. માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મની જ્યોત ઘરે ઘરે પ્રજ્વલીત કરવા જાથા લોકચળવળ ચલાવે છે. આજ ે ભારતમાં કહેવાતો સુધરેલો વર્ગ, ઉજળીયાત વર્ગ, આર્થિક સંપન્ન લોકો અંધશ્રદ્ધામાં ફસાયો છે. તેનાથી બહુધા સમાજ નિરીક્ષણ કરતાં જાણે-અજાણે તે પણ અંધશ્રદ્ધામાં ફસાય છે. તે બહાર નીકળી શક્તો નથી. આર્થિક નબળા અને મધ્યમ વર્ગના લાકોને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. જાથાના સર્વે મુજબ શિક્ષિત લોકોની અંધશ્રદ્ધા તરફથી દોટ માટે નુકશાનકારક છે.
જાથાના પંડ્યાએ જણાવ્યું કે ભૂત, પ્રેત, પિશાચ, ડાંકણ, ચૂડેલ, આસુરી શક્તિ, મેલીવિદ્યા, વશીકરણ વિગેરેનું અસ્તિત્વ જ નથી. તેનો ભય ડર રાખવો જોઇએ નહીં. લેભાગુઓ મનઘડત વાર્તાઓ ઉભી કરી વર્ષોથી ભ્રામકતા ફેલાવે છે. તેનો ક્રિયાકાંડોની મદદથી લાભ મેળવે છે. વાસ્તવમાં દ્રઢ મનોબળ કેળવવાથી અને તર્કને પ્રાધાન્ય આપવાથી માનવીને લાભ થાય છે. પિતૃ, સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી. જીવતા અને અને નજીકનાં સગાં-સંબંધી, મિત્રો જ નડે છે. તેનાથી સાવધાન રહેવા અપીલ કરી હતી. ગ્રહો કે ગ્રહણ, અવકાશી યુતિ ઘટના, લાખો, કરોડો માઇલ દુર હોય માનવીને નડતા નથી. માનસિક નબળા લોકો અનુસરણ કરી પોતાના પગ ઉપર કુહાડો મારે છે. જાથાએ અત્યાર સુધીમાં એક હજાર એકસો બાસઠથી વધુ ધતિંગબાજોનો પર્દાફાશ કર્યો છે.