આજે તા. ૦પ-૦પ-ર૦૧૯ (સંવત ર૦૭પ શકો ૧૯૪૧ તથા વીર જૈન સંવત રપ૪પ ગ્રીષ્મઋતુ)થી શરૂ થતો વૈશાખ માસનો શુકલ પક્ષ તા. ૧૮-૦પ-૧૯ના રોજ પુર્ણિમાને દિવસે શનિવારે પુર્ણ થશે.
દિન વિશેષતાની દ્રષ્ટિએ જોતાં તા. ૬ મુસ્લિમ- સાબાત (૮) માસની સમાપતિ તા. ૦૭ અક્ષય તૃતિયા – અખાત્રીજ- પરશુરામ જયંતિ મુસ્લિમ રમઝાન (૯) માસના પ્રારંભ – મંગળનો મિથુનમાં પ્રવેશ તા. ૦૮ વિનાયક ચતુર્થી તા. ૯ શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતિ શ્રી રામાનુજાચાર્ય- જયંતિ કદક્ષિણ ભારત), રવિન્દ્રનાથ ટાગોર જયંતિ – શુક્રનો મેષરાશિમાં પ્રવેશ, તા. ૧૧ ગંગાસપ્તમી, ગંગાપુજન, ગંગા ઉત્પત્તિ, તા. ૧ર દુર્ગાષ્ટમી, તા. ૧૩ સીતાનવમી – શ્રી હરિ જયંતિ તા. ૧૪ પારસી દએ (૧૦) માસનો પ્રારંભ, તા. ૧પ મોહિની એકાદશી – પરશુરામ દ્વાદશી – સુર્યનો વૃષભમાં પ્રવેશ (સંક્રાન્તિ પુણ્યકાળ ક. ૧૧ મિ. ૦ર સુધી) તા. ૧૬ ત્રયોદશી ક્ષયતિથિ (તેરસનો ક્ષય) તા. ૧૭ નૃસિંહ જયંતિ – શ્રી આદિ શંકરાચાર્ય કૈલાસગમન – શ્રી ધેલારામ – જયંતિ તથા તા. ૧૮ના રોજ વ્રતની પુનમ – વેશાખી પુર્ણિમાં – બુધ્ધ પુર્ણિમા – કર્મ જયંતિ – વૈશાખ સન્ન સમાપ્તિ છે.
આ ગાળા દરમ્યાન મોટાભાગના ગ્રહો રાહુ-કેતુની અશુભ કર્તરીમાં આવી ગયા હોવાથી તે દરમ્યાન જો બાળકનો જન્મ થાય તો તે આંશિક કાળ સર્પયોગ કહેવાય છે. તેના માટે સામાન્ય મુખાવલોકન-દાન (છાયાદાન)ની વિધી અચુક કરવી (જો ન સાજય તો જન્માક્ષર માટે વાચક મિત્રો જરૂર ફોનથી માર્ગદર્શન મેળવી શકશે).
હાલમાં લગ્નસરા પુરબહારમાં ચાલી રહ્યા છે. ખાસ કરીને તા. ૦૭-૧ર-૧૪-૧પ તથા ૧૭ લગ્ન માટે શ્રેષ્ઠ નક્ષત્રો વાળા દિવસ હોઈને તેમાં સંખ્યાબંધ લગ્નોનું આયોજન થયું હોવાથી તેમાં જવલ્લે જ કોઈ વાડી- પાર્ટીપ્લોટ કે હોલ જોવા મળશે ! એ જ રીતે તા. ૦ર-૯-૧૪ જનોઈ માટે, તા. ૧પ-ર૩ વાસ્તુ પુજન માટે, તા. ૧૦-૧૧-૧પ કળશ (કુંભ) મુકવા માટે શ્રેષ્ઠ છે.
ગોચરના ગ્રહોની સ્થિતિ જોતાં આ પક્ષમાં સુર્ય મેષ-વૃષભમાં, મંગળ વૃષભ- મિથુનમાં બુધ મેષમાં, ગુરૂ વૃશ્વિકમાં (વક્રી), શુક્ર મીનમાં શનિ ધનમાં વ(્રી), રાહુ મિથુનમાં તથા ધનમાં કેતુ ભ્રમણ કરીર હ્યા છે. એ જ રીતે હર્ષલ મેષ, નેપ્ચ્યુન કુંભ તથા પ્લુટો ધનમાં (વક્રી) ભ્રમણ કરે છે. ચંદ્ર પોતાનું મેષથી તુલનું ભ્રમણ પુર્ણ કરશે. આ ગાળા દરમ્યાન જન્મેલા જાતકો સ્વામની, જીદ્દી, પોતાની બુધ્ધિ- મહેનતથી પ્રગતિ કરનાર, તેજસ્વી, કલાપ્રિય તથા સ્વતંત્ર વ્યવસાયમાં પ્રગતિ કરનાર થાય.
આ દિવસો વૃષભ- કર્ક- કન્યા – વૃશ્વિક રાશિ ધરાવનારા માટે શ્રેષ્ઠ હોવાથી તેમને વર્તમાન – ગ્રહમાન સન્માન – હર્ષ – લાભ – ઈષ્ટ સિદ્ધિ – ઈચ્છિત સફળતા તથા વિજાતીય વર્ગનો સહકાર પ્રાપ્ત થાય.
જયારે મિથુન, સિંહ, તુલા, તથા મકર જાતકો માટે મધ્યમ પ્રકારનો આ તબક્કો માનસિક વ્યથા- વિનાકરણ પોતાના વિષે ગેરસમજો, મુંઝવણ – વાદવિવાદ તથા સાનુકુળતાનો અભાવ સુચવે છે.
મેષ-ધન-કુંભ તથા મીન રાશિ ધરાવતા ભાઈ બહેનો માટે પ્રતિકુળતાજનક આ તબક્કો ધન હાનિ, વિનાકારણ જહોમત, પારિવારિક પ્રશ્નો સંતાન ચિંતા તથા સંઘર્ષનું સુચન કરે છે. જન્મગ્રહનો જો સાપ નહિં હોય તો હાથમાં આવેલી તક છેલ્લે છેલ્લે સરકી જતાં બાજી ઉંધી વળી જાય ઈષ્ટદેવ તથા કુળદેવીની ઉપાસના રાહત આપે.
વાચક ભાઈબહનો મુંઝવતા અંગત પ્રશ્નોના સમાધાન માટે મો.નં. ૯૮૯૮૪૦૮૭ કે ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકશે.