શુક્રવારે સવારે ૧૦ વાગે ભાવનગર એપોર્ટમાં ગામઠીનાં સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા જુદા જુદા કલરની વેલનું વૃક્ષારોપણ એરપોર્ટનાં હેડ સુધામેડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બોગમ વેલ મોટી થતા ભાવગરનું એરપોર્ટ જુદા જુદા કલરના ફુલોથી શોભી ઉઠશે. અગાઉ ગ્રીનસીટી દ્વારા એરપોર્ટમાં મોટા પાયે વૃક્ષારોપણ થયેલ. પરંતુ અહીંની જમીનમાં ખારાશ હોવાથી વૃક્ષો મોટા થઇ શક્યા ન હતા. પરંતુ હવે ગ્રીનસીટી સંસ્થાએ સ્પેશ્યલ મોટા કુંડા તૈયાર કરાવી તેમાં લાલ માટી નાખી નવેસરથી વૃક્ષારોપણ કર્યું છે. આ ઉપરાંત છોડા જ સમટયમાં એરપોર્ટમાં એન્ટ્રી કરતા રોડની બંને બાજુએ ૫ ફૂટ બાય ૫ ફુટ સાઇઝના ખાડા કરાવી તેમાં નવી લાલ માટી નાખીને બંને બાજુ ૧૧ – ૧૧ લીમડા એમ કુલ ૨૨ લીમડા ગ્રીનસીટી સંસ્થા દ્વારા ગામઢીના સૌજન્યથી નાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીનસીટીએ રવેચીધામથી એરપોર્ટ સુધીના રોડમાં બંને બાજુ આશરે ૩૦૦ લીમડા તથા ડીવાઇડરમાં ૧૫૦ જેટલા પાર્મના વૃક્ષો નાખીને એરપોર્ટ રોડની શોભા વધારી છે. આ રોડના વૃક્ષોની ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ અંગત રીતે દેખભાળ રાખી રહ્યા છે. અને જાતે નિયમિત વૃક્ષોને પાણી પાઇ રહ્યા છે. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ ઉપરાંત જયંતભાઇ મહેતા, મેઘા જોશી, અલકાબેન મહેતા, ઝેક ઝાલા , અર્જુનભાઇ માલાણી, મુકેશભાઇ પરીખ સહીતના સભ્યો હાજર રહ્યા હતા. એરપોર્ટ ઓથોરીટીના દરેક સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે એરપોર્ટ ઓથો. ના હેડ મેડમ એ ગ્રીનસીટીના દેવેનભાઇ સેઠનો આભાર વ્યક્ત કર્યો હતો.