બોટાદ જીલ્લાના રાણપુરમાં વેપારી મહામંડળ નો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.આ સમારોહ માં રાણપુરના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.રાણપુર વેપારી મહામંડળ ની સૌથી મહત્વની વાત એ છે કે વર્ષો થી હિન્દુ-મુસ્લિમ સમાજના વેપારીઓ સાથે હળીમળી ને કોઈ વાદ વિવાદ કે હરીફાઈ વગર ભાઈચારા થી પોતાનો વેપાર કરે છે. વેપારી મહામંડળ દ્વારા દર વરસ ની જેમ આ વરસે પણ સ્નેહ મિલન સમારોહ માં વિવિધ વસ્તુઓનો ડ્રો કરવામાં આવ્યો હતો.જેમાં પચ્ચીસ વેપારીઓને અલગ-અલગ વસ્તુઓ ઈનામ માં લાગી હતી. પાત્રીસ વર્ષથી રાણપુરમાં વેપારી મહામંડળ નું સંગઠન ચાલે છે દિવસે ને દિવસે આ સંગઠન વધુ મજબુત બનતુ જાય છે.ત્યારે આ પ્રસંગે રાણપુર વેપારી મહા મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા, રોશનભાઈ નરશીદાણી એ વેપારીઓને ઈન્કમટેક્ષ અને જી.એસ.ટી.ના નિયમ હેઠળ કઈ રીતે વેપાર કરવો તેની દરેક વેપારી ઓને માહીતી આપવામાં આવી હતી.રાણપુર શહેરના નાના-મોટા તમામ વેપારીઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા. અંતમાં તમામ વેપારીઓએ સાથે સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા હબીબભાઈ વડીયા, મહેબુબભાઈ, જશમતભાઈ સહીત રાણપુર વેપારી મહામંડળના અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.