નગરસેવિકા ગીતા મેર કહે છે કે મારા ઘરે પણ પાણી નથી આવતું
ભાવનગર શહેરના કરચલીયા પરા વોર્ડના જાગૃત નગરસેવિકા ગીતાબેન મેરે સેવાસદન ખાતે એક વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં પીવાના પાણીનો દેકારો ચાલુ છે. મારા પોતાના ઘરે પણ પાણીનો દેકારો ચાલુ છે. મારા પોતાના ઘરે પણ પાણી આવતું નથી. વોર્ડમાં પૂરતા પ્રમાણમાં સફાઇનું કામ થતું નથી. અને તંત્ર સફાઇવેરો લે છે. આ અન્યાય જેવી બાબત છે.
નારીગામમાં ૧૮ દિવસથી પાણીની યાતના ચાલુ છે
મહાપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ લાંબા સમય પછી ફરી વિરોધ પક્ષની ભૂમિકામાં વાત કરતા શરૂ થયા છે. તેમણે કહ્યું કે નારીમાં ૧૮ દિવસથી લોકોને પાણી મળતું નથી. પાણી વગર લોકો હેરાન થઇ રહ્યા છે.
લેબલ કસુરને કારણે રૂા.૪૦ હજારનો દંડ
મહાનગર સેવાસદન આરોગ્ય વિભાગે રસમલાઇ, સ્વીટ એન્ડ નમકીન સંત કંવરરામ ચોક પાસેથી નમૂના લીધેલ (ફરાળી ચેવડાનો) લેબલ કસુર કાયદા પ્રમાણે નહોતું. (એફ.એસ.એસ.એ. ૨૦૦૬) એડજ્યુડી કેટીંગ કોર્ટમાં કેસ ચાલી જતા રૂા.૪૦ હજાર જેવો દંડ કરાયો હતો.
નગરસેવકો કમિશ્નરને મળવાની સંખ્યા ઓછી છે
ભાવનગર મહાપાલિકામાં હાલમાં પર નગર સેવકો ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ છે. આ પરમાંથી ભાજપના ૩૪ અને કોંગીના ૧૮ કોર્પોરેટરો છે. આમાંથી મોટાભાગના સેવકો કમિશ્નર પાસે રજુઆત કરવા જનારાઓની સંખ્યા ઓછી છે. તંત્રમાં સેવકો મોટા ભાગે પેવીંગ બ્લોકોની જ રજુઆતો કરતા જોવા મળે છે.