ભાવનગર ટર્મિનસ સ્ટેશને ડીઆરએમ સહિતે નિરીક્ષણ કર્યું

776

ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે ચાલી રહેલા સ્ટેશન નવીનીકરણની ચાલતી કામગીરીનું ડીઆરએમ પ્રતિક ગોસ્વામી સહિતે નિરીક્ષણ કર્યું હતું અને સંબંધીત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

ડીઆરએમ ગોસ્વામીએ પીટલાઇન, કોચીંગ કોમ્પલેક્ષ, રેલ્વે ફાટક તેમજ યાત્રિકોની સુવિધા માટે બની રહેલી લીફ્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે બુકીંગ ઓફિસ, લિનેન રૂમ, સ્ટેશન માસ્તર કાર્યાલય, પાર્સલ ઓફીસ, સર્કયુલેટીંગ એરીયા, સ્ટેશન અધિક્ષકનું કાર્યાલય, પાણીનાં પરબો, નાળાની સાફ સફાઇનું નિરીક્ષણ કરવા ઉપરાંત સ્ટેશન ઉપર યાત્રીકોને અપાતી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે એડીઆરએમ રાકેશ રાજપુરોહિત, ડીવીઝન વાણિજ્ય મેનેજર વી.કે.ટેલર સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleલોકોને ૪૫ મીનીટ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી : જયદિપસિંહ ગોહિલ