ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરીજનોને ૪૫ મીનીટ પૂરતા પ્રમાણમાં પૂરા પ્રેશરથી પાણી મળતું નથી. આચાર સંહિતા ઉઠ્યા પછી અમે તુરત જ પાણી પ્રશ્ને જન આંદોલન ઉભું કરીશું.
મહાનગર સેવા સદન ખાતે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલે મોડે મોડે પણ લાંબા સમય પછી પીવાના પાણી પ્રશ્ને ચિંતા વ્યક્ત કરતું પ્રેસ નિવેદન કર્યું છે.
જયદિપસિંહે કહ્યું હતું કે શાસકો અને તંત્રે શહેર માટે પીવાના પાણીનું આગોતરૂં આયોજન કરવું જોઇએ તે માટે નિષ્ફળ ગયું છે. પાણી પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં વોટર વર્કસ તંત્ર આ દિશામાં નિષ્ફળ રહ્યું છે. તેવી વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે પાણી પાછળ થયેલો ખર્ચ પાણીમાં ગયો છે.
તેમણે શાસકો સામે આક્રોશ વ્યક્ત કરતા ચિતા ચાલુ એવી વાત કરી કે શાસકો માત્ર વાતો કરી તાયફા કરે છે. કોઇ પ્રજાલક્ષી કામગીરી થતી નથી. તેમણે તંત્ર ઘણા ટેન્કરો મોકલે છે. તેનો અર્થ એવો છે કે વોટર વર્કસ તંત્ર લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું કરતું નથી.