વન્ડર લેન્ડ સ્ટેમ કિંડર ગાર્ટન ગુજરાતનું સૌ પ્રથમ સ્ટેમ કિંડર ગાર્ટન જેના દ્વારા એક પ્લેઆઉટ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગ રૂપે ભાવનગરમાં સૌ પ્રથમ વખત યુનિક પ્લે ડે નું આયોજન ઇસકોન કલબ ખાતે કરવામાં આવેલ છે. જેમાં વિવિધ રમતો જેવી કે ફૂટબોલ ફન, સ્ટોરી ટેલિંગ, એક મિનિટ અને બે મિનિટની વિવિધ રમતો રાખેલ છે. સાથે એન્શિયન્ટ અને મોર્ડન ગેમ્સ સવારે ૧૧-૩૦ થી ૪-૩૦ સુધી કાર્ટુન, એડ્યુકેશનલ અને સુપર હિરોની મુવીઝ ફ્રીમાં બતાવવમાં આવશે. તદુપરાંત લાઇવ ડેમો મધર કુકરી શો અને લાઇવ કેક મેકીંગ ડેમો, તથા સાંજે ૬ વાગ્યાથી યોગા, ડાન્સ, ઝુમ્બા, સ્પેશ્યિલ ફાયર ડાન્સનું આયોજન કરવામાં આવેલ છે. ભાવનગરની જાહેર જનતાને આ પ્લે ડે નો લાભ લેવા વન્ડર લેન્ડ સ્ટેમ કિંડર ગાર્ટનના ડાયરેકટર તથા ઇસ્કોન કલબ (વેન્યુ પાર્ટનર) ના આનંદભાઇ એ અનુરોધ કરેલ છે. વન્ડર લેન્ડ સ્ટેમ કિંડર ગાર્ટન દ્વારા જે પ્લે મુમેન્ટ ચલાવવમાં આવી રહી છે તેને ભાવનગરની સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, પ્રતિસ્થિત બિઝનેસ મેન, મીડીયા વગેરેનો સપોર્ટ મળી રહ્યો છે. તેમ આજે પત્રકાર પરીષદમાં સરલાબેન સોપારીયા તથા આનંદભાઇ ઠક્કરે માહિતી આપી હતી.