શિખર ધવને કહ્યું હતું કે ભારતની ટીમના ટોચના ક્રમના ત્રણ બેટ્સમેનો તરીકે તે પોતે, રોહિત શર્મા તથા વિરાટ કોહલી માટે કરાતી મોટી આશામાં આગામી વર્લ્ડ કપમાં રમવા માટે તેઓ કોઈ વધારાનું માનસિક દબાણ અનુભવતા નથી.
ધવને કહ્યું હતું કે બધા ખેલાડીઓમાં વર્લ્ડ કપમાં રમવા માટે લાગણી ઉભરાઈ રહી છે, પણ લાગણીથી મેચો જીતી શકાતી નથી અને તે માટે આત્મવિશ્ર્વાસ જરૂરી છે. ધવને વધુમાં કહ્યું હતું કે ટીમના બધા ખેલાડી આત્મવિશ્ર્વાસ અનુભવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમનો દેખાવ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણો સારો રહ્યો છે અને તેમાં કોઈ ફરક પડશે નહીં.