ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમદાવાદના જે બી ઑડિટોરિયમ ખાતે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ૬૦ ગૌરવવંતા ગુજરાતીઓને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ આપ્યો હતો. ઉપરાંત મેનેજમેન્ટ વક્તા ડૉ.શૈલેષ ઠાકરએ એક જ વર્ષમાં ૬૪ પુસ્તકો લખીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરતા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે પટના હાઇકોર્ટના ભૂતપૂર્વ ચિફજસ્ટિસ જે.એન.ભટ્ટ, આચાર્ય ષષ્ટપીઠાધીશ ગોસ્વામી ઘ્વારકેશલાલજી મહારાજ, જાણીતા ગઝલગાયક મનહર ઉધાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.