રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે સિંહ પરિવાર દ્વારા ગામમાં પંચાયત ઓફીસ પાસે ર ગાયોના મારણ ગામ લોકોમાં ફફડાટ વન વિભાગના રાજયગુરૂ દ્વારા કાર્યવાહી કરવા ઘટના સ્થળે પહોંચ્યા રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે ગામમાં ધુસી સિંહ પરિવારે પંચાયત ઓફીસ પાસે બળીયાબાપુની દુકાનના બારણા પાસે જ ર ગાયોને પછાડી મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ છવાયો સરપંચ આતાભાઈ વાઘ દ્વારા વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર રાજયગુરૂ દ્વારા ઘટના સ્થળે આવી પંચનામુ કરી રેઢીયાર ગાયો નિકળતા કાયદેસર કાર્યવાહી કરી ફોરેસ્ટર રાજયગુરૂના અંડરમાં બહોળા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તાર આવે છે. અને બાબરીયાવાડમાં પ૦ સિંહોની વસ્તી લગભગ થવા થઈ રહી છે. અને સિંહ પરિવાર કાંઈ ખડતો ખાતા નથી તેના ખોરાકની શોધમાં એક ગામથી બીજા ગામ ફરે છે. જયાં રેઢીયાર માલ પહેલા ઝપટે ચડી જાય છે પણ રેઢીયાર માલનું મારણ કર્યુ હોય તેના ઘરઘણી બહુ જાગે છે વનવિભાગની સહાય મેળવવા અને કહે છે કે મારા નામે આ ગાય લખી લનાખો અમો ધર્માદો કરી નાખશું આમ બારપટોળી ગામે ગામમાં ધેસીને સિંહ પરિવારે બે ગાયોના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.