બંગાળના અખાતમાં ઉદ્ભવીને વિકરાળ શક્તિ સાથે ઓરિસ્સામાં ત્રાટકીને અભૂતપૂર્વ નુકસાન કર્યા બાદ ખતરનાક ફેની તોફાનની પશ્ચિમ બંગાળમાં આજે એન્ટ્રી થઇ હતી. જેની અસર હેઠળ બંગાળમાં પણ ભારે વરસાદ જુદા જુદા વિસ્તારોમાં થયો હતો. બંગાળમાં પણ જનજીવન પર અસર થઈ હતી. જોકે મોડેથી ચક્રવાતી ફેની તોફાન બાંગ્લાદેશ તરફ નબળુ પડીને આગળ વધી જતા ખતરો ટળી ગયો હતો. ચક્રવાતી ફેનીનો હવે બંગાળ ઉપર કોઈ ખતરો રહ્યો નથી. તંત્રને પણ રાહત થઈ છે. ઓરિસ્સામાં ભારે નુકસાન પહોંચાડ્યા બાદ તેની આજે બંગાળમાં એન્ટ્રી થયા બાદ તંત્ર સાવચેત રહ્યું હતું. ઓરિસ્સાની જેમ પણ બંગાળમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળના જુદા જુદા ભાગોમાં પવન ફુંકાતા કેટલીક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા હતા. બંગાળમાં એન્ટ્રી કર્યા બાદ તીવ્ર તોફાન ફેની સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયા બાદ ઘાત ટળી ગઇ હતી. બંગાળમાં પણ સાવચેની પગલા પહેલાથી જ લેવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને પ્રચંડ પવન સાથે ગઇકાલે શુક્રવારના દિવસે ફેનીએ એન્ટ્રી કર્યા બાદ ભારે તબાહી મચાવી હતી. હજુ સુધી ઓરિસ્સામાં આઠ લોકોના મોત થયા છે.
તોફાનથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયુ હતુ. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. કેટલાક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા હતા. દરિયાકાઠાના રાજ્યોમાં હજુ પણ રેડ એલર્ટ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગઇકાલે તોફાન ફેનીએ આશરે સવારે આઠ વાગ્યા ઓરિસ્સાના ધાર્મિક નગર પુરીમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તબાહીની શરૂઆત થઇ હતી. અતિ ભારે વરસાદ અને પ્રચંડ પવનના કારણે કાચા પાકા મકાનો તુટી પડ્યા હતા. સંભવિત નુકસાનને ટાળવા માટે પહેલાથી જ ૧૨ લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે નુકસાન ટળી ગયુ હતું. અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની ગઇકાલે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી. પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા. અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી.ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી. આ ગાળા દરમિયાન ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા હતા. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ફેનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને બાવન શહેરો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે તીવ્ર તોફાન ફેની હવે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયુ છે. તે હવે બંગાળમાં પહોંચી ગયા બાદ ડીપ ડિપ્રેશનમાં નબળુ પડ્યુ છે. હવે બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયુ છે. ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાથે વાયા ખડગપુરકથી બંગાળમાં તોફાનની એન્ટ્રી થઇ હતી. જોકે કે તંત્ર પહેલાથી જ સાબદુ રાખવામાં આવ્યુ હતુ. ફેની હવે નાદિયા અને મુર્શિદાબાદ મારફતે બંગાળમાંથી નિકળીને બાગ્લાદેશની તરફ આગળ વધી રહ્યું છે.
આંધ્ર, ઓરિસ્સા, બંગાળમાં ભારે વરસાદ માટે આગાહી
ઓરસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન કર્યા બાદ ફેની તોફાની અસર હેઠળ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી હજુ સાવચેતી રાખવા માટેની જરૂર દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ફેનીનો ખતરો ટળી ગયા બાદ હવે તેની અસર હેઠળ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. ચક્રવાતી ફેની તોફાનની તીવ્રતા ઓછી થયા બાદ બાંગ્લાદેશ તરફ ફેની વધી ગયું છે.
જેથી ભારતીય રાજ્યોમાં હવે કોઈ ખતરો દેખાઈ રહ્યો નથી પરંતુ ભારે વરસાદ તેની અસર હેઠળ પડી શકે છે. ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બંગાળ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. જેના ભાગરૂપે તંત્ર સંપૂર્ણપણે સાબદુ છે. એનડીઆરએફની ટીમો, નૌકા સેના, હવાઇ દળ અને સુરક્ષા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં હેલ્પલાઇન નંબરની પણ શરૂઆત કરવામાં આવી છે. એનડીઆરએફની ૬૦ ટીમો તૈનાત કરવામાં આવી ચુકી છે. જ્યારે ૨૫ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. દરેક ટીમમાં ૪૫ સભ્યો હોય છે. ભારતીય હવાઇ દળે રાહત કાર્યો માટે સી-૧૭ વિમાનોને તૈનાત કર્યા છે.