આગામી એક વર્ષ માટે ધનરાશિમાં ભ્રમણ કરનાર ગુરૂની મેષથી કન્યા જાતકો ઉપર શું અસર થશે તેની અગાઉનાં હપ્તાઓમાં આપણે ચર્ચા કરી હવે તુલા અને વૃશ્ચિક જાતકો ઉપર તેની શું શુભાશુભ અસર થશે તે આજે જોઇએ.
તુલારાશિ (ર-ત) : ત્રીજા પરાક્રમ સ્થાનમાં આવેલ ગુરૂ નવમાં સ્થાન ઉપર સપ્તાહ સ્થાન ઉપર તથા અગિયારમા સ્થાન ઉપર દ્દષ્ટિ કરે છે. બૃહસ્પતિ આ ભ્રમણ આકસ્મિક લાભ અપાવશે. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં કોઇ નવિન આયોજનોને અવકાશ રહે. સ્થાન પરિવર્તનની શક્યતા નકારી શકાય નહીં. તેમ છતાં પોતાના પરિશ્રમ તથા ખર્ચેલા સમયનાં પ્રમાણમાં જે લાભ મેળવો જોઇએ. તેનો અભાવ જરૂર ખટકે. બિમારી કે વાદ વિવાદનાં પ્રસંગો અવાર નવાર આવ્યા કરે. દૂરનાં પ્રવાસનાં પ્રયાસો અહિં શુભ ફળદાયક બની રહે. જીવનસાથી પત્નીની ભાગ્ય પ્રબળતાના કારણે પોતાના નોકરી ધંધાનાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ, યશ, પદ તથા ધનલાભમાં વૃદ્ધિ થાય. જેના લગ્ન ન થયા હોય અને યોગ્ય જીવનસાથીની શોધમાં હોય તેવી અપરિણીત વ્યક્તિઓને પોતાની પસંદગી પૂજ્ય પાત્ર પ્રાપ્ત થવાનાં સુયોગ સાંપડે. બહેનોને પિયર પક્ષ બાબત થોડી ચિંતા જરૂર રહે. સંતાનને નોકરી ધંધા કે અભ્યાસનાં ક્ષેત્રમાં પ્રગતિ લાભ થા. આ રાશિ ધરાવતા વડિલવર્ગને ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રાઓની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને અહિં ખાસ સૂચન છે કે પોતાની આળસ, બેદરકારીને લઇને ઓછા માર્કસ આવતાં પોતાની મનધારી વિદ્યાશાખામાં પછી ફેરફારી ન કરવી પડે તેની અગાઉથી કાળજી રાખવી. અભ્યાસની પ્રગતિ માટે સ્થાનફેરની સંભાવના નકારી શકાતી નથી. લાંબા સમયથી અટવાયેલા અને અણઉકેલ પ્રશ્નોના કાર્યોના ઉકેલ હવે સાંપડશે. અંદાજે એક વર્ષ સુધી ગુરૂનું આ પ્રકારનું ત્રીજું સ્થાનનું ભ્રમણ રહેશે. શ્રદ્ધાપૂર્વક સુભાગ્ય ફળદાતા ગુરૂવારનું વ્રત કરવાથી તે લાભદાયક નિવડશે.
વૃશ્ચિક રાશિ (ન-ય) : આગામી એક વર્ષ પર્યંત ધનરાશિમાં ભ્રમણ કરનાર બીજા સ્થાનમાં પસાર થઇ રહેલા ગુરૂ મહારાજ છઠ્ઠે દસમે તથા બારમે દ્દષ્ટિ કરી રહ્યાં છે. આફત તથા ચિંતાના થતો વિલંબ તથા અવાર નવાર આવતી અટકાયતો હવે દૂર થાય. ગુપ્તચિંતા તથા મનોવ્યથાની પરિસ્થિતિ હળવી બને. શારીરીક સ્વાસ્થ્ય તથા માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. ખાસ કરીને આ રાશિ ધરાવતી સંસ્થા, પેઢી, દુકાન, ફેકટરી કે વ્યક્તિઓ માટે વિશેષ ફાયદાકારક તથા ઉન્નતિકર્તા વાતાવરણનુું સર્જન થશે. અટવાયેલા રોકાયેલા કે ફસાઇ ગયેલા નાણાં હવે છુટા થતાં જશે. આર્થિક આવકમાં વધારો થાય. સંતાન વર્ગનાં અભ્યાસ, વિવાહ કે સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો જો સતાવતા હશે તો હવે તેનાં પણ સુખદ ઉકેલ આવતાં સંતોષનો અહેસાસ અનુભવવાનાં કે વાહનની ખરીદી શક્ય બનશે. સ્થાન પરિવર્તનને અવકાશ રહે. નોકરીયાત વર્ગને બઢતીની સંભાવના છે. કૌટુમ્બિક માંગલિક પ્રસંગો તથા ધાર્મિક આધ્યાત્મિક પ્રગતિની આકાંક્ષાઓ ફળીભૂત થાય. ખાસ કરીને ન્યાયક્ષેત્ર (કોર્ટ-કચેરી) તથા શૈક્ષણિક બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે લાભદાયક પરિસ્થિતિ સર્જાય. બહેનોને પતિ સંતાન સુખની વૃદ્ધિ સૂચવે છે. વ્યવહારિક, સામાજિક, કૌટુમ્બિક સમસ્યાઓનાં ઉકેલ લાવી શકાશે. ધાર્યા કાર્યોની સફળતા માટે સૌભાગ્ય ફળદાતા બૃહસ્પતિનું વ્રત શ્રદ્ધાથી કરવા સુચન છે.
અંગત મુંઝવતા પ્રશ્નોનાં સમાધાન માટે મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧, ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકાશે.
(ક્રમશઃ આવતા રવિવારે)
Home Vanchan Vishesh ધનરાશિનાં ગુરૂનાં ભ્રમણનો તુલા (ર-ત) અને વૃશ્ચિક (ન-ય) રાશિવાળા જાતકો ઉપર પ્રભાવ