બાબરા અને લાઠીમાં કમોસમી વરસાદના છાટણાથી ઠંડક પ્રસરી

621

બાબરા અને લાઠી તાલુકા માં અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૫ કલાકે કમોસમી વરસાદ ના છાટા ઓછા વધુ પડવા થી સામાન્ય રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણ માં ઘડીભર ઠંડક નો અહેસાસ થયો હતો

છેલ્લા બે દિવસ થી સૂર્યતાપમાં થોડા અંશે ઘટાડો થયો છે અને આકાશમાં વાદળા છવાયેલા જોવા મળે છે આજે સામાન્ય છાટા પડતા બાળકો ખુશી થી જુમી અને ઠંડક નો લાભ લેતા નજરે પડ્યા હતા વરસાદી વાતાવરણ ના કારણે અહીં ના જુદાજુદા વિસ્તાર માં આવેલ ઈટ ઉત્પાદનકારો માં કાચામાલ સામાન પલળવા ની બીક થી ઘડીભર દોડધામ મચી હતી અને પ્લાસ્ટિક તાલપત્રી થી કાચો માલ ઢાંકવા કામ આગળ વધાર્યું હતું પરંતુ સામાન્ય છાટા પડતા હાશકારો અનુભવ્યો હતો.

Previous articleનવા સુરજદેવળ ખાતે સાડા ત્રણ દિવસનાં ઉપવાસ સહિત કાર્યક્રમો
Next articleચોરી કરેલા બાઇક સાથે એકને ઝડપી લેતી બોટાદ સર્વેલન્સ ટીમ