તા.૦૪-૦૫-૧૯ ના રોજ સવારે ૧૦ થી ૧૧ સુધી બીએસસી નર્સિંગના ચોથા વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રિન્સીપાલ એચ.ટી.દવે અને ચોથા વર્ષના બીએસસી નર્સીંગના વિભાગીય વડા મિતલબેન પટેલના માર્ગદર્શનથી સર.ટી.હોસ્પીટલના ગાયનેક ઓપીડીમાં આંતર રાષ્ટ્રીય મીડવાઇફ ડે અંતર્ગત સુરક્ષિત માતૃત્વ સુરક્ષિત બાળક અંગેનું જાગૃતિ આપતું નાટક રજુ કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના સ્ટાફ, નર્સિંગ અધિક્ષક તેમજ દર્દીઓ અને તેમના સંબંધિઓ ઉપસ્થિત રહેલ હતા.