સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજના ઇષ્ટદેવ સૂર્યદેવના સાનિધ્યમાાં નવા સૂરજદેવળ ખાતે સાડાત્રણ દિવસ આજથી નકોડા ઉપવાસની પરંપરાને જીવંત રખાશે તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાશે તેમજ નવા ભોજનાલયનું ઉદ્દઘાટન મોરારિબાપુ દ્વારા કરાશે.
સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ વિશ્વ પ્રસિદ્ધ નવા સુરજદેવળ ખાતે પરંપરા ને જીવંત રાખવા બાબરીયાવાડ, કાઠીયાવાડ, પંચાળ, જુનાગઢ થી ઢાંક સુધીના સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આજ તા.૦૫-૦૫-૧૯ રવિવારથી સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ થશે તેમજ સૂર્યદેવળ મહંત શાંતિદાસ બાપુ દ્વારા નવા ભોજનાલયનું વિશ્વ વંદનીય પૂજ્ય મોરારિબાપુ દ્વારા ઉદ્દઘાટન થશે તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્યાતિ ભવ્ય લોકડાયરાનું આયોજન ઉપવાસ દરમ્યાન થશે તેમ કાઠી ક્ષત્રિય સમાજના ઇતિહાસ ચાહક ભનુભાઇ ખવડ અને મહંત શાંતિદાસ બાપુ દ્વારા જણાવ્યું છે. આવા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં જવાં બાબરીયાવાડ કાઠી ક્ષત્રીય સમાજમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.