તણસામાં પાર્શ્વનાથ ભગવાનની ૧૩૧મી શાલગિરાહ ઉજવાશે

617
bvn1712018-8.jpg

તણસામાં પરમપ્રભાવક પાર્શ્વનાથ ભગવંતની ૧૩૧મી શાલગિરાહ આનંદ ઉમંગ ઉલ્લાસ અને આસ્થાપુર્વક ઉજવવામાં આવશે. જેમાં બે દિવસનો ભાવભકિત કાર્યક્રમ કરવામાં આવશે. તા. ૧૮-૧-ર૦૧૮ સામુહિક સ્નાત્ર કલાકે ૯ વાગે અઢાર અભિષેક, તા. ૧૯-૧-ર૦૧૮ પ્રભાતિયા ભકતામ્બર સામુહિક સ્નાત્ર અષ્ટપ્રકારી પુજા, ધ્વજારોહણની બોલી સવારે ૧૧-૩૦ કલાકે ધ્વજારોહણ, ૧ર-૩૯ કલાકે બંને દિવસ સવારે અને બપોરે નવકારશે. તેમજ બપોરની સાધર્મિક ભકિત રહેશે. બંને દિવસ તણસા પાર્શ્વનાથ ભગવાનને ભવ્ય અંગરચના કરવામાં આવશે. સમગ્ર તણસા ગામમાં ઘર દીઠ શાલગિરાહ નિમિત્તે પાંચ લાડવાની શેષ વેચવામાં આવશે. આ શાલગિરાહનો પ્રસંગ ઉજવવા બાર વસતા જૈન પરિવારો મંદિરે વતન આવશે

Previous articleડો.તોગડિયાના સ્વાસ્થ્ય માટે પાલિતાણામાં ગાયત્રી યજ્ઞ કરાયો
Next articleભૈરવધામ મંદીરે બ્રહ્મ સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ