બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના નેજા હેઠળ તાલુકા ના વિવિધ પ્રશ્ને આજે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ ની આગેવાની માં મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યા માં ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી ખેડૂતો અને પશુપાલકો ના હિત માં આવેદન આપવા માં આવ્યું હતું
પત્ર માં જણાવ્યા મુજબ બાબરા તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા માં આવ્યા બાદ આજ સુધી ગ્રામ્ય વિસ્તાર માં માલ ઢોર પશુ માટે પીવાના પાણી ની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવા માં આવી નથી અછત ગ્રસ્ત તાલુકા ના પશુ પાલકો ના પશુ માટે ઘાસચારો આપવા અંગે અને આવી કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહેલા પશુ પાલકો ના હિત માં તુરંત ઘાસડેપો શરૂ કરવા સહિત ની માંગો રજુ કરી હતી અન્યથા પશુ પાલકો ને હિજરત કરવા નો સમય હોવાનું જણાવ્યું હતું સાથો સાથ ખેડૂત પરિવારો ને અછત સમયે આપવા ની ઈન પુટ સહાય વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાકી રહેલી ૭૫૦ જેટલી ક્ષતિ ગ્રસ્ત અરજી નો નિકાલ કરવા અને તમામ ખેડૂતો ને લાભ આપવા અને પાક વીમા ની રકમ નું ચુકવણું બાકી હોવાનું જણાવી તુરંત યોગ્ય કરવા માંગ બુલંદ કરવા માં આવી છે આ તકે ઉપસ્થિત ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર અને જીલ્લા કોંગ્રેસ આગેવાન પ્રભાતભાઈ કોઠીવાળ મનસુખભાઈ પલસાણા તેમજ બુજર્ગ ખેડૂત આગેવાન ડાયાભાઈ પટેલ ના જણાવ્યા મુજબ રાજ્ય ની ભાજપ સરકાર ખોટા વાયદા કરી જનતા મતદારો ને ભરમાવી પોતાના રાજકીય રોટલા શેકી રહી છે બાબરા તાલુકા માં ઓછા વરસાદ ના કારણે સ્થિતિ દયનીય બની છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો નો મજાક ઉડાડી અને ઉદ્યોગપતિ માટે કામ કરતી રાજ્ય અને કેન્દ્ર ની સરકાર સામે લોકો નો વિશ્વાસ ડગમગી રહ્યો છે આ તકે બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યા માં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.