બરવાળા તાલુકાની પ્રિન્સીપાલ સિવિલ જ્જ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જ્જ એચ.આર.ઠક્કરની વડનગર ખાતે બદલી થતા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કમલેશભાઈ રાઠોડ(પ્રમુખ બરવાળા તાલુકા બાર એશોસિએશન) એ.કે.તિવારી (સરકારી વકીલ) પ્રતાપભાઈ રાઠોડ, અશોકભાઈ ચાવડા, કિરીટસિંહ રાઠોડ,જગદીશભાઈ થોરિયા સહીતના વકીલ તેમજ કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા તાલુકાની પ્રિન્સીપાલ સિવિલ જ્જ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જ્જ એચ.આર.ઠક્કરની બરવાળા થી વડનગર ખાતે બદલી થતા બરવાળા કોર્ટ ખાતે તા.૦૪-૦૫-૨૦૧૯ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં બરવાળા તાલુકા બાર એશોસિએશન દ્વારા એચ.આર. ઠક્કરને છાલ, પુષ્પગુચ્છ, મોમેન્ટો,શ્રીફળ અને સાકરનો પડો આપી સન્માનિત કરી વિદાય આપી હતી.આ પ્રસંગે એચ.આર. ઠક્કર,બાર એશોસિએશનના વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રસિંહ મોરી તેમજ બાર એશોસિએશન દ્વારા જહેમત ઉઠાવી હતી.