બાબરાના દરેડ રોડ પર કારની અડફેટે બાઇક ચાલકનું મોત

616

બાબરા ના દરેડ રોડ ઉપર સવાર ના સમયે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા  ત્રિપલ સ્વાર બાઈક ચાલક નું મોત થયું હતું અને સાથે ના બે વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાતા બાબરા સારવાર બાદ ભાવનગર ખસેડાયા નું જાણવા મળે છે

મળતી વિગત મુજબ ગઢડા તાલુકા ના લીંબડીયા ગામે થી બાઈક ચાલક જયસુખ ભાઈ ઝવેરભાઈ ધામેલીયા ઉવ ૫૨ પોતાના કુટુંબીક વિદ્યાર્થી દર્શન ભરતભાઈ ધામેલીયા ઉવ૧૫ અને પાડોશ માં રહેતા હાર્દીક ધીરૂભાઈ શીંગાળા ઉવ૧૫ ને બાબરા અભ્યાસ માટે મુકવા આવી રહ્યા હતા ત્યારે બાબરા ના દરેડ રોડ નજીક પહોચ્યા બાદ સામેથી આવી રહેલી કાર ના ચાલકે બાઈક ને અડફેટે લેતા ઘવાયેલા તમામ ને પ્રાથમિક સારવાર માટે બાબરા ખસેડવા માં આવ્યા હતા  અને વધુ સારવાર માટે અમદાવાદ જતી વખતે આધેડ જયસુખભાઈ ઝવેરભાઈ ધામેલીયા એ વલભીપુર નજીક અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યાની હોસ્પિટલ માં તેનું પીએમ હાથ ધરવા માં આવ્યું હતું  ઇજાગ્રસ્ત બાળકો ને વલભીપુર થી વધુ સારવાર માટે ભાવનગર સિવિલ માં ખસેડાયા નું જાણવા મળે છે બંને વિદ્યાર્થી બાબરા ની ખાનગી શાળા માં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોવાનું ગ્રામજનો માંથી જાણવા મળ્યું છે બનાવ સબંધે સ્થાનીક પોલીસ માં મોડી સાંજ સુધી સરકારી દવાખાના માંથી આવતી યાદી સિવાય અન્ય કોઈ વિગત પર્યાપ્ત થવા પામી નથી અને કાર ચાલક અકસ્માત નોતરી નાશી છુટ્યા નું સાંભળવા મળે છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleરાજુલાના હિંડોરણા, બારપટોળી સહિતનાં પાણી પ્રશ્ને પ્રભારીમંત્રી સમક્ષ રજુઆત