જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો ધોળા, ઉમરાળા પંથકમાં વરસાદ

716

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે પલ્ટો આવ્યો હતો. જિલ્લાના ધોળા, ઉમરાળા, રંઘોળા પંથકમાં ભારે પવન, વિજળીના ચમકારા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ભાવનગર સહિત જિલ્લાભરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. જિલ્લાના ઉમરાળા પંથકના ધોળા, વડોદ, ઉજ્જળવાવ, અમલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે ભારે પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થળોએ જોરદાર વરસાદના પગલે રોડ પર પાણી વહી ગયું હતું.

ફેની ચક્રાવતની અસરના પગલે વાતાવરણમાં પલ્ટો આવતાં મોડી સાંજે વાતાવરણમાં ગરમીના સ્થાને ઠંડક પ્રસરી ગઇ હતી. ભાવનગર શહેરમાં પણ સરેરાશ ૩૨ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે બપોરના સમયે વાવાઝોડા માફક ભારે પવન ફુંકાયો હતો.

Previous articleપરશુરામ યાત્રા નિમિત્તે ક્રિકેટ ટુર્ના.નું આયોજન
Next articleચોરીના મુદ્દામાલ સાથે ૩ શખ્સોને ઝડપી લેતી બોરતળાવ પોલીસ ટીમ