ચોરીના મુદ્દામાલ સાથે ૩ શખ્સોને ઝડપી લેતી બોરતળાવ પોલીસ ટીમ

846

બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, હિતેશભાઈ મકવાણા, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સતારભાઈ સૈયદ, નિલમબેન વિરડીયા વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર ચોરીના અન ડીટેક્ટ ગુનાના આરોપીઓની તપાસ માં હતા દરમ્યાન પો.કો ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતાને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, ત્રણ ઈસમો અક્ષરપાર્ક વાદીલાના નાળા પાસે મુદામાલનો ભાગ પાડવા લાલ કલરની એકસીસ ગાડી સાથે બેઠેલ છે. તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળા ઈસમો મળી આવતા જેના નામ ઠામ પુછતા ઈમરાનભાઈ ઉર્ફે પાન કાદરભાઈ હારથી ઉવ. ૩૨, વાસીફભાઈ ઉર્ફે વાસુ કાદરભાઈ બકીલી ઉવ. ૩૨, રુસ્તમભાઈ યાસીનભાઈ ખલીફા ઉવ. ૩૩ ત્રણેય રહે. મેમણ જમાત ખાના સામે, કોઠીના ઝાડ પાસે, રુવાપરીરોડ, ભાવનગરવાળો હોવાનું જણાવેલ. જેઓ ત્રણેય પાસે થી એકટીવાની ડેકીમાંથી ચોરી માં ગયેલ રોકડા રુપિયા ૫,૦૦૦/-, ટાઈટન કંપનીની લેડીઝ ઘડીયાલ, તથા રિઅલમી કંપનીનો મોબાઈલ ફોન મળી આવતા જે બાબતે મજકુર ત્રણેયને પોલીસની ભાષામાં પુછપરછ કરતા ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, ગઈ તા. ૩૦/૦૪/૨૦૧૯ ના રોજ વિકટોરીયાપાર્ક પાસે થી એક એકટીવાની ડેકીમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.

Previous articleજિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો ધોળા, ઉમરાળા પંથકમાં વરસાદ
Next articleવિવિધ પ્રશ્ને કોંગ્રેસે આવેદન આપ્યું