રાજુ ઉપાધ્યાય પ્રેરીત અને બ્રહ્મસમાજ દ્વારા સરદારનગર સર્કલથી નીકળનાર ભાગવત પરશુરામ યાત્રા અંરર્ગત દરરોજ યોજાતા વિવિધ કાર્યક્રમો પૈકી ૨ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ છે. આ ટુર્નામેન્ટ યુનિવર્સિટીના સીડ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલ છે. બ્રહ્મ સમાજના યુવા ઠીકેરશે. દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને ટુર્નામેન્ટની શરૂઆત કરાયેલ. આ ટુર્નામેન્ટનો પ્રારંભ પાલીવાળ સમાજના અગ્રણી કાંતિભાઇ (શેઠ), પ્રવિણભાઇ પંડ્યા, સંજયભાઇ બારૈયા, જગદીશભાઇ પંડ્યા તથા અનિલભાઇ પંડ્યાના વરદ હસ્તે પ્રારંભ કરાયેલ.
આ પ્રસંગે બ્હોળી સંખ્યામાં ભૂદેવ ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહેલ અને યુવાનોના ઉત્સાહમાં વધારો કરેલ. આ ટુર્નામેન્ટ પત્યા બાદ ખેલાડીઓના સન્માન સમારંભના ઇનામો પણ આપવામાં આવશે.