ભાવનગરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા તેમજ પાણીની વિકટ સમસ્યા સંદર્ભે આજે ભાવનગર લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલની આગેવાની હેઠળ અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા અને પાણીની સમસ્યાનો સત્વરે યોગ્ય ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ પ્રસંગે શહેર-જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.