લાસ વેગાસ : બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ ૨૦૧૯ સમારોહમાં પ્રિયંકા ચોપડાએ ૧.૮ કરોડ રૂપિયાના કપડાં અને જ્વેલરી પહેરી હોવાની માહિતી મળી છે. પેજસિક્સ ડોટ કોમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફંક્શન દરમિયાન તેણે જુહૈર મુરાદ હોટ કોર્શિયર ગાઉન પહેર્યું હતું અને આમાં તે બહુ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ સાથે જ્વેલરી તરીકે પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના ૫,૬૦૦ ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના ૧૨,૦૦૦ ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી. ૩૬ વર્ષીય પ્રિયંકાએ ગળામાં ૧૧,૦૦૦ ડોલરનો ટિફનીના હાર્ડવિયર બોલ પેન્ડેન્ટ, ૫૫,૦૦૦ ડોલરનો વિક્ટોરિયા ગ્રેજ્યુએટેડ લાઇન નેકલેસ તેમજ ૧૬૫,૦૦૦ ડોલરનો સર્કિટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ સાથે જ પ્રિયંકાએ ટિફનીની ટી વાયર રિંય, ટી ટૂ ચેઇન રિંગ તેમજ વાઇટ ગોલ્ડ ટી વાયર રિંગ પહેરી હતી. આ ઘરેણાંની કિંમત ક્રમશઃ ૮૫૦ અને ૮૨૫ ડોલર હતી. આ સાથે જ યિજીના ન્યૂડ પીવીસી શૂઝ (૫૦૦ ડોલર) તેમજ સ્વરોવસ્કીના ૩,૬૨૦ ડોલરના ફિધર બેગનું કોમ્બિનેશન કરવામાં આવ્યું હતું.
હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમના લગ્નના સમયથી જ ચર્ચામાં છે. પોતાના વીડિયો, સક્સેસ અને લાઇવ શોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ બંનેનો એક સ્પેશિયલ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ બંનેએ લાઇવ પર્ફોમન્સ વખતે દ્ભૈંજીજી કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમનો આ વીડિયો વાઇરલ થયો હતો.