સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ભારત હવે ગણતરીના દિવસોમાં રિલીઝ થવાની છે ત્યારે માહિતી મળી છે કે આ ફિલ્મને સૌથી પહેલાં સલમાન ખાનની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીએ જોઈ હતી.
આ વિશે ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માહિતી આપી છે મારો પહેલો પ્રયાસ હતો કે મારી ફિલ્મ પહેલાં કોઈ ટીનેજર જુએ. જો તેને આ ફિલ્મ ગમશે તો ચોક્કસ બધી જનરેશનને ગમશે. આ કારણે મેં મારી ફિલ્મ સૌથી પહેલાં અલિઝેહને દેખાડી હતી.
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન પોતાની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીને દબંગ-૩થી બોલિવૂડમાં લોન્ચ કરી શકે છે. અલિઝેહ એક્ટર અતુલ અગ્નિહોત્રી અને સલમાનની બહેન અલવીરાની દીકરી છે. દબંગ-૩ને અરબાઝ ખાન પ્રોડ્યુસ કરવાનો હોવાથી આ ચર્ચામાં દમ હોવાની શક્યતા છે. સલમાન પરિવારની દીકરી અલિઝેહને ભવ્ય બોલિવૂડ લોન્ચ આપવા માગે છે પણ આ પહેલાં તેની એક્ટિંગ અને અન્ય ટ્રેઇનિંગ ચાલી રહી છે. આલિઝેહ માટે યોગ્ય સ્ક્રિપ્ટની શોધ ચાલી રહી છે. દબંગ -૩ હકીકતમાં ચુલબુલ પાંડેની સ્ટોરી હોવાથી એમાં અલિઝેહ માટે ખાસ કામ નથી.