ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નિરાશાજનક પ્રદર્શન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચુકી છે. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં આરસીબીએ પોઝિટિવ નોટની સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી છે. એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાના અભિયાનને આગળ લઈ જવાના ખુબ પ્રયત્ન કર્યા, પરંતુ તે સફળ ન થઈ શક્યા. પરંતુ તેણે પોતાની ખેલ ભાવનાને પૂરી ન થવા દીધી.
૮ વર્ષ પહેલા જ્યારે એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી એક સાથે આવ્યા ત્યારથી સતત બંન્નેના સંબંધો મજબૂત થયા છે. આ ફ્રેન્ચાઇઝી માટે બંન્ને જ સ્ટાર બેટ્સમેન છે. પરંતુ ગત હરાજી પહેલા આરસીબીએ પંજાબ પાસેથી સ્ટોઇનિસને ટ્રાન્સફર દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારથી કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ અને સ્ટોઇનિસ વચ્ચે મધુરતા ખુબ વધી ગઈ છે. આ વિશે જ્યારે આરસીબી ઇનસાઇડર અને વીડિયો જોકી મિસ્ટર નાગે વિરાટ કોહલી સાથે વાત કરતા કહ્યું સ્ટોઇનિસના ટીમમાં આવવાથી એબી અને કોહલી વચ્ચે મિત્રતા ઓછી થઈ ગઈ છે. મિસ્ટર નાગે મજાકમાં કહ્યું, સ્ટોઇનિસ આવવાથી એવું લાગી રહ્યું છે કે વિરાટ અને એબીના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. તેવામાં વિરાટ કોહલી તેની વાતને વચ્ચેથી કાપતા કહે છે કે, એબી અને હું રામ લખનની જેમ છીએ. અમે ભાઈ છીએ. કોઈ અમને જુદા ન કરી શકે. સ્ટોઇનિસ પણ એક શાનદાર વ્યક્તિ છે. પરંતુ એબી અને મારા વચ્ચે ઘણા ડાયમેન્શન છે. અમે અલગ-અલગ સ્તરે એકબીજાને કનેક્ટ કરીએ છીએ. અમે એકબીજાને સમજીએ છીએ.