ભારત અને ઇંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર : યુવરાજસિંહ

914

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે આગામી વર્લ્ડ કપ કોણ જીતશે, તેને લઇને ભવિષ્યવાણી કરી છે. યુવરાજે ભારત અને મેજબાન ઇંગ્લેન્ડને ખિતાબ જીતવાના પ્રબળ દાવેદાર માન્યા છે. ૈંઁન્મા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી રહેલા યુવરાજે એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

યુવરાજે કહ્યું હતું કે, મારી પહેલી બે ટીમો ભારત અને ઇંગ્લેન્ડ છે. નિશ્ચિતપણે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથના આવવાથી ઓસ્ટ્રેલિયા પણ દાવેદાર છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ મજબૂત દેખાય રહી છે. પરંતુ હાલમાં કંઇ કહી ન શકાય. મને લાગે છે કે, ભારત અને ઇંગ્લેન્ડ એ પહેલી બે ટીમ હશે અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટીમ હશે, જે વર્લ્ડ કપ દરમિયાન જીતવાની પ્રબળ દાવેદાર છે.

યુવરાજે ભારતીય ટીમના મીડલ ઓર્ડર માટે કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાના હોવાથી ટીમ મજબૂત દેખાય રહી છે. મને આશા છે કે, હાર્દિક વર્લ્ડ કપમાં સારું કરશે.

યુવરાજે કહ્યું હતું કે, હું હાર્દિક સાથે વાત કરી રહ્યો હતો, જ્યારે મેં તેને કહ્યું હતું કે, તમારી પાસે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાની તક છે. તે જે રીતે બેટિંગ કરે છે, તે કમાલની છે અને આશા કરું છું કે તે આ ફોર્મને વર્લ્ડ કપ સુધી જાળવી રાખશે

Previous articleસૌથી ઝડપી સદી સચિન તેંડુલકરના બેટથી ફટકારી હતી : આફ્રિદીનો ખુલાસો
Next articleહિંમતનગર, વડાલી યાર્ડનો વેપારી ખેડૂતોના ૪.૬૦ લાખ લઇ ફરાર