ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બિમારી દરમિયાન સારી અને મફત સારવાર મળે તે માટે કરોડોના ખર્ચે હોસ્પિટલો તો બનાવી પરંતુ આ હોસ્પિટલોમાં જો ડોકટર ના હોય તો દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને બહાર પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂપિયા ખર્ચી સારવાર કરાવવી પડે છે.
ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ જયાં સીએચસી સેન્ટરમાં દર્દીઓ અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ડોકટર પણ હાજર રહેલા નથી માટે એકસીડેન્ટ અને ડીલીવરી કરવા માટે આવતી મહિલાઓને ભાવનગર જવુ પડે છે તેમજ જો ઘોઘા સીએચસીમાં પ્રસુતિ થાય તો તેમના સગા-સંબંધીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. ડોકટર દ્વારા એવુ કહેવામાં આવે છે કે જો તમે બહાર પ્રસુતિ કરાયો તો તમારે ૧પ થી ર૦ હજાર જેવો ખર્ચ થાય છે માટે ચોથા વર્ગના કર્મચારીને પૈસા આપવા બહાર ગામથી આપતા ગરીબ લોકો માંડ-માંડ પોતાનું ગુજરાત ચલાવતા હોય તો આવા પૈસા કઈ રીતે આપી શકે.