શહેરના સોલા ભાગવત પાસે રસ્તા પર ચાલતી મ્સ્ઉમાં અચાનક આગ લાગી હતી. જોકે દુર્ધટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. કારમાં પતિ-પત્ની અને દિકરી જઈ રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવી દીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શું હતું તેની તપાસ ચાલી રહી છે. પરંતુ થોડા સમયથી અતિ ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.