તલોદ તાલુકાના ખારાદેવીયા ગામના પેટાપરુ જૂના ખારાના મુવાડા છેલ્લા બે વર્ષથી પાણીની ભયંકર સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. વીજપૂરવઠાના સમય પ્રમાણે મહિલાઓને રાત દિવસ માથે બેડા લઇ લોકોના ખેતરોમાં રઝળપાટ કરવો પડે છે તંત્ર ધ્વારા યોગ્ય કરાય તેવી લાગણી પ્રવર્તી રહી છે. ગામના પૂર્વ ડેલીગેટ કનકસિંહ ઝાલાના જણાવ્યાનુસાર ગામમાં જિલ્લાનુ સૌથી મોટુ ૯૯૦ વીઘાના વિસ્તારમાં પથરાયેલ તળાવ છે.
દાયકા અગાઉ સંખ્યાબંધ વિદેશી પક્ષીઓ આવતા હતા. તંત્ર દ્વારા લંઘાના મઠ થી દેવીયા ગામ સુધી પાઇપલાઇન નાખી તળાવ ભરવા અનેકવાર રજૂઆત કરી છે. આ તળાવ ભરાયતો પંદરેક ગામને ફાયદો થાય તેમ છે અને ભૂગર્ભ જળસ્રોત પણ રીચાર્જ થતાની સાથે ઊંચા આવે તેમ છે. મહિલાઓને બોરકૂવા પર રાત્રે પણ રઝળપાટ કરવો પડે છે. પાંચ બોર બનાવ્યા પણ નીચે પથ્થર આવી જતા પાણી આવતુ નથી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કરાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.