ભાવનગર મહાપાલિકાના સફાઈ વિભાગ દ્વારા શહેરમાં જાહેર સાફ સફાઈની બાબતમાં ઉણુ ઉતર્યુ છે. એ બાબત જગજાહેર છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં સાફસફાઈ અતિ અનિવાર્ય છે. જેમાં હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા મેડીકલ કોલેજ સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે પરંતુ તસવીરમાં સ્પષ્ટપણે જ નિહાળી શકાય છે કે મેડીકલ કોલેજ પાસે ગંદકી-કચરાનો ખડકલો થયો છે. જે તંત્રની વાસ્તવિક્તા જાહેર કરે છે અને સ્વચ્છતા અભિયાનના લીરા ઉડી રહ્યાં છે.