ઈન્કમટેક્સ ઈ-ફાઈલર્સમાં ૬.૬ લાખનો ઘટાડો નોંધાયો

417

ઈન્કમટેક્સ ઈ-ફાઈલીંગ કરનાર લોકોને લઈને નવા આંકડા જારી કરવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ઈન્કમટેક્સ ઈ-ફાઈલર્સમાં ૬.૬ લાખનો ઘટાડો થઈ ચુક્યો છે. કરવેરાની જાળ વધુ વિસ્તૃત બની રહી છે ત્યારે આ આંકડા ચોંકાવે તેવા રહ્યા છે. નોટબંધી બાદ કરવેરાની જાળ સતત વધી હતી. ઈન્ટમટેક્સ વિભાગની ઈ-ફાઈલીંગ વેબસાઈટ પર જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૮-૧૯માં ઈન્ટમકેસ ઈ-ફાઈલીંગ ૬.૬૮ કરોડ હતી. જે અગાઉના નાણાકીય વર્ષમાં ૬.૭૪ કરોડથી ઘટીને ૬.૬૮ કરોડ થઈ હતી. ૩૦મી એપ્રિલના અહેવાલમાં કોટક ઈકોનોમિકના રિસર્ચ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯માં ઈન્કમટેક્સ ઈ-ફાઈલીંગમાં ઘટાડા સાથે અમને આશ્ચર્ય થયું છે. એકંદરે વધવાની જગ્યાએ આ આંકડો ઘટ્યો છે. માર્ચ ૨૦૧૩માં નોંધાયેલા ફાઈલર્સની સંખ્યા ૨.૭ કરોડ હતી જે માર્ચ ૨૦૧૬માં ૫.૫૨ કરોડ અને માર્ચ ૨૦૧૭માં ૬.૨ કરોડ થઈ ગઈ હતી. આંકડાને લઈને અર્થશાસ્ત્રીઓમાં પણ ચર્ચા દેખાઈ રહી છે. સરકારને કરવેરાની જાળ તરફ વધુ ધ્યાન આપવા જરૂર છે.

Previous articleઆશાસ્પદ પરિબળ વચ્ચે સેંસેક્સ તેજી સાથે આગળ વધવાના સંકેતો
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો