ઘન કચરાના વ્યવસ્થાનને લઈને રાજ્યો મુજબ એક આરટીઆઈમાં થયેલા ખુલાસામાં ભારતમાં એકત્ર થતા કુલ ઘન કચરામાંથી ૫૩ ટકા કચરાનો નિકાલ કરવામાં આવે છે. ઘન કરચારનો નિકાલ કરતા રાજ્યોમાં છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગાણા ટોચના ક્રમમાં આવે છે.
કેન્દ્ર આવાસ અને શહેબી બાબતોના મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યા મુજબ મિઝોરમ અને પશ્ચિમ બંગાળ ઉત્પન થતા ઘન કચરા પૈકી અનુક્રમ ફક્ત ચાર અને પાંચ ટકા કચરાને પ્રોસેસ કરે છે. મિઝોરમ દૈનિક ૨૦૧ મેટ્રિક ટન તેમજ પશ્ચિમ બંગાળ ૭,૭૦૦ મેટ્રિક ટન ઘન કચરાનું ઉત્પાદન કરે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર ૧,૪૧૫ મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે અને તે પૈકી આઠ ટકા કચરાનો નિકાલ કરે છે.
મંત્રાલયે આરટીઆઈમાં કરેલા ખુલાસા મુજબ દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧.૪૫ લાખ મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન થયો હતો. ઉત્પન થયેલા કુલ કચરા પૈકી ૫૩ ટકા કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી સુધીમાં એટલે કે ૨જી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં દેશને જાહેરમાં શૌચાલયથી મુક્ત કરવા તેમજ ૧૦૦ ટકા ઘન કચરાના નિકાલનો લક્ષ્યાંક રાખાયો છે.
દેશમાં ઘન કચરાના વ્યવસ્થાપન એન નિકાલમાં ચંદીગઢ સૌથી ટોચનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે પ્રતિદિન ૮૯ ટકા કચરાનો નિકાલ કરે છે તેમ આરટીઆઈમાં જણાવાયું છે. ચંદીગઢ રોજ ૧,૬૫૦ મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે.
ગુજરાત રાજ્ય પ્રતિદિન ૧૦,૭૨૧ મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે અને તે પૈકી ૭૪ ટકા કચરાને પ્રોસે સકરી નિકાલ કરવામાં આવે છે. ગુજરાત સાથે મધ્ય પ્રદેશ પણ ઘન કચરાના નિકાલમાં બીજો ક્રમ ધરાવે છે. એમપી ૬,૪૨૪ મેટ્રિક ટન ઘન કરચો ઉત્પન કરે છે અને ૭૪ ટકાનો નિકાલ કરે છે.
આ ઉપરાંત તેલંગાણા દ્વારા ઉત્પન થતા ૮,૬૩૪ મેટ્રિક ટન કચરા પૈકી ૭૩ ટકાનો નિકાલ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર પ્રતિ દિન ૨૨,૫૭૦ મેટ્રિક ટન સાથે ઘન કચરાના ઉત્પાદનમાં સૌથી મોખરે છે. રાજ્ય આ પૈકીના ૫૭ ટકા કચરાનોનિકાલ કરે છે. આરટીઆઈમાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ (૧૫,૫૦૦ સ્) અને બિહાર (૨,૨૭૨ સ્) અનુક્રમે ૫૭ ટકા તેમજ ૫૧ ટકા ઘન કચરાનો નિકાલ કરે છે. તામિલનાડુ ૫૮ ટકા, ઉત્તરાખંડ ૩૯ ટકા, ઓડિશા ૧૨ ટકા, ત્રિપુરા ૪૫ ટકા, ગોવા ૬૫ ટકા, હરિયાણા ૩૯ ટકા અને ઝારખંડ ૫૬ ટકા ઘન કચરાનો નિકાલ કરે છે.