સાપ્તાહિક રાશી ભવિષ્ય

1360

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્ય બુધનો અદિત્ય યોગ યથાવત કાર્ય સફળતાના યોગ આપે છે અને સપ્તાહની શરૂઆતથી મંગળગ્રહનો આપનો રાશી સ્વામી છે તે દોઢ માસ માટે પરાક્રમ સ્થાનમાં શુભફળ આપે છે. પણ સાથે રાહુ પણ છે તેથી ઉશ્કેરાટ અને જીદ્દી સ્વભાવથી દુ રહેવું.  મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે મંગળવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને શનિ રાહુનો શાષીત દોષ સાથે હવે રાહુ મંગળનો અંગારયોગપ ણ ઘન સ્થાનમાં મળે છે. તેથી વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. જે પરિસ્થિતિ તે સાચવાય તો પણ પ્રગતી જ સમજવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિથી લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક ખર્ચ વધી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી દોઢ માસના મંગળગ્રહના બંધયોગથી મુક્તિ મળે છે અને જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહનું ભ્રમણ શુભ લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે. તેથી કાર્ય સફળતાના અવસર જરૂર  મળશે. પણ સાથે કાલ્પનીત્મય પણ મળે છે. તેથી એકાગ્રતા જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે  સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચરનો ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યય સ્થાનમાં રાહુ સાથે મંગળગ્રહનો બંધનયોગ પણ દોઢ માસ માટે મળી રહ્યો છે. જે અશુભ અંગાર યોગનું નિર્માણ કરે છે. તેથી આર્થિક માનસીક અને શારીરિક ત્રણેય રીતે ધ્યાન રાખવું જરૂરી છે. નવા કાર્ય્‌ માટે સમય શુભ નથી લાગતો મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી માત્ર ગુરૂગ્રહનો બંધનયોગ જ અશુભફળ આપે છે. બાકી શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. જન્મનો ગુરૂ બળવાન હશે. તો આ સમય કાર્ય સફળતા તો મળશે જ સાથે માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વૃધ્ધી થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્નીભ ાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના પ્રશ્નો અને આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે અચાનક ધનલાભ મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો પ્રતિકુળ સમય અને સપ્તાહની શરૂઆતથી જ દોઢમાસ માટે કર્મસ્થાનમાં રાહુ મંગળનો અંગાર યોગ ધીરજની કસોટી કરી જાય છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યછોમાં અન્યના ભરોસે ન રહેવું જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જ દોઢ માસના મંગળગ્રહનો અશુભ બંધનયોગ પુર્ણ થાય છે.ત ેથી હવે કાર્ય સફળતા જરૂર મળશે. પણ વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વૃધ્ધી કરવાથી જ અપેક્ષા પુર્ણ થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને લક્ષ્મીનારાયણ મંત્રના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી દછઢ માસ માટે રાશીપત્તી મંગળગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. અને તે પણ રાહુ ગ્રહ સાથે અશુભ અંગારયોગ બની ને મળી રહ્યો છે. તેથી આ સમય આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના  કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે મંગળવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને જન્મના ચંદ્ર સામે રાહુ મંગળનો અશુભ અંગાર યોગ માનસીક એકાગ્રતા કેળવવામા મુશ્કેલી સર્જી શકે છે. જન્મના ગ્રહોના અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્યસફળતાના યોગ મળી શકે છે. નવાકાર્યોમાં સમય શુભ નથી મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ લેવો. જરૂરી છે. પત્ની હબાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તો જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે ચંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનીવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે કપરો સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યય સ્થાનમાં શનીગ્રહની પનોતીનો પ્રથમ તબક્કો અને સુર્યગ્રહનો અશુભ બંધન યોગ કાર્ય સફળતામા નિરાશા આપી શકે છે તેમ છતાં રાહુ મંગળનું ભ્રમણ સ્થાનબળ પામે છે તેથી યેનકેન પ્રકારે સફળતા મળતી રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિસીક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જ દોઢ માસ મંગળ ગ્રહના અશુભ બંધનયોગથી મુક્તિ મળશે અને હવે કાર્ય સફળતાના યોગ મળશે પણ બુધ્ધી સ્થાનમાં મંગળ રાહુ સાથે છે તેથી મહત્વના કાર્યો અને નિર્ણય સ્વહસ્તે જ કરવા જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદાર અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટકચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી દોઢ માસ માટે સુખ સ્થાનમાં મંગળ ગ્રહનો બંધનયોગ રાહુ સાથે મળે છે તેથી વધુ મહેનતે થોડી સફળતા મળી શકે છે. મોજશોખ અને કાલ્પનિક ભયનો ત્યાગ કરવો જરૂરી છે. ખાસ કરીને બાગીદારીથી દુર રહેવુ. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની સંતાનો અને વડીલોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleરાજયના ૭૫ હજારથી વધુ વિદ્યાર્થી નીટમાં હાજર રહ્યા
Next articleટીંબી હોસ્પિ. દ્વારા વિનામૂલ્યે છાશ વિતર