પ્રમુખ-ઉપપ્રમુખ વિહોણી રાજુલા ન.પા.માં પાણી વિહોણી બની જનતા

529

રાજુલા શહેરમાં પાણીનો પ્રશ્ન જેમ ઉનાળાનો ધોમ ધખતો તાપ થાય છે તેવી જ રીતે પાણીનો પ્રશ્ન પણ વિકટ થઇ રહ્યો છે ત્યારે નપાણીયા નેતાની નપાણી કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે.

રાજુલા શહેરમાં દિનપ્રતિદિન પાણીની પળોજણ વધતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે મહિલાઓ હાલ ભર ઉનાળે પાણીના છાજીયા લઇ રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના વિવિધ વિસ્તારો જેવા કે જાફરાબાદ ભેરાઇ રોડ, છતરીયા રોડ, જુના ગામ તેમજ ડુંગર રોડ સહિતના વિસ્તારોમાં ક્યાંક ૪ દિવસે કે ક્યાંક ૮ દિવસે પાણી મળી રહ્યું છે. પરિણામે મહિલાઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નપાણીયા તંત્ર અને નેતાઓના પાપે આ સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે બાબત છે શિયાળા ચોમાસામાં આખો દિવસ પાણી આપે અને પાણીના ટાંકા છલકાઇ જવાથી પાણી રોડ પર ચડતું હોય છે. પરિણામે હાલ આ સ્થિતિનું નિર્માણ ુનાળામાં બની રહ્યું છે. મહી પરીએજ યોજના તેમજ ધાતરવડી ડેમ હોવા છતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

રાજુલાનો આ ડેમ હાલ કાપથી ભરેલો છે. અને રાજકીય સ્ટંટો કરી પાણી સિંચાઇ માટે પણ છોડાય છે. ત્યારે હજુ વૈશાખ જેઠ બે મહિનામાં પાણીની સ્થિતિ શું થાય છે તે આવનારો સમય બતાવશે.

રાજુલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપતા હાલ નેતાઓ રાજકીય ચોગઠાંઓ ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે. ત્યારે પ્રજા પાણી વગર ટળવળી રહી છે. શહેરમાં હજુ ટેન્કર પણ ચાલુ કરાયા નથી ત્યારે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

Previous articleરામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઇન્ડિયન એજ્યુ. એવોર્ડ એનાયત
Next articleબગદાણા પાસેનાં મોણપર ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે