ગત વર્ષે વરસાદ ઓછો થવાથી નદી નાળા ડેમ ચેકડેમોમાં હાલ પાણીની અછત છે પણ તંત્ર દ્વારા ઉનાળામાં પરિસ્થિતિને પહોંચી વળવા આજરોજ પ્રભારી મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી જેમાં પાણી પ્રશ્ન અને તળાવો ઉંડા કરવા ચર્ચાઓ થઈ હતી.
રાજુલા જારાફબાદના વિવિધ આગેવાનો સરપંચો તાલુકા જીલ્લા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના આગેવાનો તંત્ર સાથે પરામર્શ કરી વિવિધ આગેવાનો દ્વારા પાણીના વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતાં.
જેમાં બન્ને તાલુકાના ભાજપ હોદ્દેદારો, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ માર્કેટ યાર્ડ ટીબીં ચેરમેન, કોમલબેન બારૈયા નગરપાલિકા પ્રમુખ, સરમણભાઈ બારૈયા કોળી સમાજ પટેલ, પુનાભાઈ ભીલ ઝીલ્લા પંચાયત નાગેશ્રી, કનુભાઈ વરૂ, મનુભાઈ વાંજા ટીંબી, નાજભાઈ બાંભણીયા માજી તાલુકા પ્રમુખ, જાદવભાઈ, મસરીભાઈ વઢેરા તેમજ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી જીલુભાઈ બારૈયા, અરજણભાઈ વાઘ, શુકલભાઈ બલદાણીયા મહેન્દ્રભાઈ ધાખડા, પરેશભાઈ લાડુમોર સહિતના ભાજપ હોદ્દેદારોએ પાણી બાબતે રાજય પ્રભારીમંત્રી હાર.સી.ફળદુ, વી.વી.વધાસીયાને ભાજપ જિલ્લા પ્રમુખ હીરેન હીરપરા દ્વારા રાજુલા જાફરાબાદમાં પાણીના વિકટ પ્રશ્નો રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા આદેશો અપાયા હતાં.