એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાવકુદાન ગઢવીને બાતમી મળેલ કે, અગાઉ ચોરીઓના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ રાજુ રમેશભાઇ સોલંકી રહેવાસી માર્કેટીંગયાર્ડ ખોડીયારનગર મહુવાવાળો કુબેરબાગ પાસેથી નિકળવાનો છે અને તેની પાસે ચોરી કરેલ દાગીનાઓ છે જે વેચવા માટે જવાનો છે જે હકિકત આધારે વોચમાં હતા દરમ્યાન મહુવા કુબેર બાગ પાસેથી રાજુભાઇ રમેશભાઇ સોલંકી/દે.પુ. ઉ.વ.૨૫ પાસેથી ચાંદીની ઝાંઝરી જોડ-૧ વજન આશરે ૬૦ થી ૭૦ ગ્રામ કિ.રૂ઼. ૨૦૦૦/- ની મળી આવેલ જે બાબતે કોઇ સંતોષકારક જવાબ નહી આપતા મુદ્દામાલ કબ્જે જઇ મજકુરની અટકાયત કરવામાં આવેલ.
આરોપીની પૂછપરછ કરતા ઉપરોક્ત ચાંદીની ઝાંઝરી તથા અન્ય સોના ચાંદીના દાગીનાની પોતે તથા પોતાના એક સાગ્રીતે મળી વર્ષ ૨૦૧૭ માં મહુવા બુરહાની સોસાયટીમાંથી રાત્રીના સમયે એક બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ ચોરી બાબતે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે. આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.