૪૩ લાખના હિરા લઇ નાસી ગયેલા આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયા

1150

ગઇ કાલના ભાવનગર સરીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા/પટેલ રહે. ચિત્રા બેન્ક કોલોની ભાવનગરવાળા લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ (હિરા) ૧૯૯.૭૬ કેરેટના કિ. રૂ.૪૨,૪૭,૯૪૪/- ના લઇને ભાવનગર આવતા હતા અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવી ફરીયાદીની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી ફરીયાદીને કારમાં બેસાડી વાતો દ્વારા વિશ્વાસ અને ભરોસામા લઇ સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટીયા પાસે શેરડીનો રસ પીવાનું કહી ગાડી ઉભી રાખી ગાડીમાંથી નીચે ઉતારી ફરિયાદી પાસેના હીરાના પડીકાનો થેલો તથા મોબાઇલ  ગાડીમાં જ મુકાવી વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદીને ત્યાજ મુકી હિરા તથા મોબાઇલ ફોન લઇ  ફોર વ્હીલ કારમાં ભાગી ગયેલ જે અંગે ફરિયાદીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકિકત જાહેર કરેલ.

ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતો મેળવી નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબી, એસઓજી, સોનગઢ તથા ઉમરાળા પોલીસની ની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ.

પોલીસ જુદી-જુદી ટીમો બનાવી બનાવ બાબતે માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરેલ અને ફરિયાદી પાસેથી મળેલ હકિકત આધારે લાઠી થી બનાવ વાળી જગ્યા સુધીના સી.સી.ટી.વી. ફુટેલ મેળવી એનાલીસીસ શરૂ કરેલ આરોપીઓ પાસે હોન્ડા સીટી કાર આર.ટી.ઓ. રજી. નંબર જીજે૦૧-એચવાય-૦૪૮૦ની હોવાની હકિકત જાણવા મળેલ અને ગુન્હામાં અરવિંદભાઇ પુનાભાઇ તોગડીયા તથા જીગ્નેશ અશોકભાઇ તોગડીયા રહે. બંન્ને સાજણટીંબા તા. લીલીયાવાળાની સંડોવણી હોવાનું ખુલવા પામતા આરોપીઓ બાબતે તપાસ કરતા હતા અને ટેકનીકલ સોર્સ અને બાતમીદારો દ્રારા હકિકત જાણવા મળેલ કે, ગુન્હામાં સંડોવાયેલ બંન્ને આરોપીઓ ગુન્હામાં વાપરેલ હોન્ડા સીટી કારમાં ઉમરાળા- વલ્લભીપુર હાઇવે થી પાંચ તલવડા તરફ આવે છે જે હકિકત આધારે વલ્લભીપુર-ઉમરાળા  હાઇવે, પાંચ તલાવડા ગામ ચોકડી પાસેથી હોન્ડા સીટી કાર આર.ટી.ઓ. રજી. નંબર જીજે૦૧-એચવાય-૦૪૮૦ માંથી બંન્ને ગામ સાજણટીંબા તા. લીલીયા વાળાઓને ઝડપી પાડવામાં આવેલ છે અને બંન્ને પાસેથી ચીંટીંગમાં ગયેલ મુદ્દામાલના પોલીસ્ડ ડાયમંડ (હિરા) ૧૯૯.૭૬ કેરેટના કિ. રૂ.૪૨,૪૭,૯૪૪/- તથા હોન્ડા સીટી કાર આર.ટી.ઓ. રજી. નંબર જીજે ૦૧-એચવાય-૦૪૮૦ ની કબ્જે કરવામાં આવેલ છે અને બંન્ને આરોપીઓને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.

આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં રૂપિયા અંદાજે રૂપિયા ૪૨.૫ લાખના ગયેલ હિરાના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો  ભેદ ઉકેલી નાખેલ છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે.

Previous articleપરશુરામ જન્મોત્સવ નિમિત્તે સિહોર ખાતે વિપ્રાભિવાદન યાત્રા
Next articleઆલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર બની