સેક્ટર-૭માં રહેતી અને ચિલોડામાં ઝ્રઇઁહ્લની હોસ્પિટલ માં મેડિકલ ઓફિસર પર ફરજ બજાવતી મહિલા ડૉક્ટર ગઈકાલે તેના ઘરની નજીક ફૂટપાથ નાઈટ વોકિંગ કરી રહી હતી. ત્યારે સામેથી એક યુવક આવ્યો અને યુવતીના નિતંબ પર હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો. યુવતીએ આ શું કરે છે કહેતા યુવક ભાગવા લાગ્યો હતો, પરંતુ યુવતીએ હિંમતભેર તેને ઝડપી અને ઢસડીને રોડ પર લઈ આવી હતી. જોતજોતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા.ઘટનાની જાણ કરાતા સેક્ટર-૭ પોલીસ આવી પહોંચી હતી છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરી હતી.
પહેલા બાજુમાંથી પસાર થયો અને પછી પરત આવી છેડતી કરીઃ યુવતી ગઈકાલે રાત્રે ૯.૧૫ની આસપાસ સેક્ટર-૭માં ઉર્વીબેન મહેતાના દવાખાના સામે નાઈટ વોકિંગ કરવા નીકળી હતી. પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી યુવતી ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે પરત ફર્યો અને યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો. યુવતીએ આ શુ કરે છે કહેતા યુવક હસવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ હિંમત બતાની તેના શર્ટનો કોલર પકડી લીધો હતો. યુવકે પોતાને છોડાવવાની કોશિશ કરતા યુવતી તેને ઢસડીને રોડ પર લઈ આવી હતી. રોડ પરથી પસાર થતા કેટલાક રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને યુવકને ઝડપી લીધો હતો. છેડતી કરનાર યુવકે યુવતીને તુ શું કરી લઈશ તેવું કહ્યું હતું. પોલીસને જાણ કરાતા સેક્ટર-૭ પોલીસ આવી હતી. છેડતી કરનાર યુવકનું નામ પુછતા ધર્મેશચન્દ્ર કિશોરચન્દ્ર મહેતા હોવાનું જણાવ્યું હતું.