જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ ગોગોઇને ક્લિનચીટ

597

સુપ્રિમ કોર્ટના ત્રણ જજની આંતરિક તપાસ સમિતિએ ચીફ જસ્ટીસની સામે દાખલ કરવામાં આવેલી જાતિય શોષણની ફરિયાદને ફગાવી દીધી છે. જસ્ટીસ એસએ બોબડે આ પેનલના અધ્યક્ષ તરીકે છે. જ્યારે જસ્ટીસ ઈન્દુ મલહોત્રા અને જસ્ટીસ ઈન્દિરા બેનર્જી અન્ય બે સભ્યો તરીકે છે. સુપ્રિમ કોર્ટના ત્રણ સભ્યોની સમિતિએ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની સામે જાતિય શોષણના આરોપમાં કઠોર આધાર ન મળતા આને લઈને અરજી દાખલ કરાઈ હતી. સુપ્રિમ કોર્ટના સેક્રેટરી જનરલ તરફથી આજે જારી કરવામાં આવેલા નિયમ મુજબ આંતરિક સમિતિએ પોતાના રિપોર્ટને સુપરત કરી દીધો છે. આંતરિક પ્રક્રિયા મુજબ આગામી વરિષ્ઠ જજને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે. આની એક કોપી સંબંધિત ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને આપી દેવામાં આવી છે.

આંતરિક તપાસ સમિતિને સુપ્રિમ કોર્ટના એક પૂર્વ કર્મચારી દ્વારા ૧૯મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે કરવામાં આવેલી અરજીમાં જુદી જુદી ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારબાદ આ આરોપોમાં કોઈપણ આધાર મળી શક્યા નથી. સુપ્રિમ કોર્ટે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને જાતિય શોષણના ઘડી કાઢવામાં આવેલા બનાવટી આરોપોમાં ફસાવવાના પ્રયાસ કરનાર શખ્સની સામે સીબીઆઈને કેસ દાખલ કરવાના નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર હવે સુનાવણી થશે. મામલાને તરત લિસ્ટમાં કરવામાં આવ્યા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે પહેલી મેના દિવસે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સુપ્રિમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મી દ્વારા તેમના પર મુકવામાં આવેલા શોષણના આરોપોની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની આંતરિક તપાસ પેનલ સમક્ષ ઉપસ્થિત થયા હતા. સૂત્રોના કહેવા મુજબ ચીફ જસ્ટીસને એક અનુરોધ પત્ર જારી કરીને તેમને સમિતિની સામે ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું હતું. આજના ફેંસલાથી સીજેઆઈને આંશિક રાહત થઈ છે.

Previous articleફેની તોફાન : ઓરિસ્સાને ૧૦૦૦ કરોડની મદદની મોદીની જાહેરાત
Next articleએક્સપાયરી ઁસ્ની સાથે ચર્ચા કરવા માટે ઈચ્છુક નથી : મમતા બેનર્જી