કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે હરિયાણામાં ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. રાહુલ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી એવા બોક્સર છે જે કોચ લાલકૃષ્ણ અડવાણી ઉપર જ મુક્કાબાજી કરી રહ્યા છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદી જ્યાં પગલા લેવાની જરૂર છે ત્યાં પગલા લઈ રહ્યા નથી. મોદી એક એવા બોક્સર છે જે બેરોજગારી અને ગરીબી સામે લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ પોતાના કોચ લાલકૃષ્ણ અડવાણી ઉપર જ પ્રહાર કરી ચુક્યા છે. હરિયાણાના ભિવાનીમાં ચુંટણી રેલીાને સંબોધતા તેમણે કહ્યું હતું કે પોતાની ૫૬ ઈંચની છાંતી પર ઘમંડ કરનાર બોક્સર નરેન્દ્ર મોદી બેરોજગારી, ખેડુતોના મુદ્દા, ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાથી ટક્કર લેવા માટે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ મોદીએ પોતાના કોચ ઉપર જ પ્રહાર કરી દીધા છે.
અડવાણી અને ગડકરી જેવા ટીમના અન્ય સદસ્યો ઉપર જ પ્રહાર કરી દીધા છે. મોદી અખાડામાં આવતાની સાથે જ સૌથી પહેલા કામ લાલકૃષ્ણ અડવાણીના ચહેરા પ્રહાર કરવા માટેનું કર્યું હતું. રાહુલ એમ પણ કહ્યું હતું કે મોદીએ અડવાણીનું અપમાન કર્યું છે. અડવાણીને બોક્સીંગ માર્યા બાદ આ મુક્કેબાજે નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સથી નાના દુકાનદારો ઉપર પણ મુક્કેબાજી કરી દીધી હતી. અત્રે નોંધનિય છે કે ભિવાની મુખ્ય રીતે બોક્સીંગની નર્સરી તરીકે ગણવામાં આવે છે. આ જિલ્લાના અનેક બોક્સરો રહેલા છે જેમાં વિજેન્દ્રસિંહ સામેલ છે. વિજેન્દ્ર દક્ષિણ દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. કોંગ્રેસે ભિવાની અને મહેન્દ્રગઢ લોકસભા સીટથી પોતાના પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. શ્રુત હરિયાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.બંસીલાલના પૌત્રી તરીકે છે. વર્તમાન ધારાસભ્ય કિરણ ચૌધરીના પુત્રી છે. ભાજપે આ સીટ પરથી પોતાના વર્તમાન સાંસદ ધરમવીરને મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણામાં તમામ ૧૦ સીટ પર ૧૨મી મેના દિવસે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા રહેલી છે. હરિયાણામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનેલી છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી જ તમામ ૧૦ સીટો ઉપર પૂર્ણ તાકાત લગાવી દીધી છે. હવે સ્થિતિમાં ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહેલા છે. બીજી બાજુ હરિયાણામાં ભારતીયી જનતા પાર્ટીથી તરફથી ટોપ નેતાઓએ પ્રચારની જવાબદારી સંભાળી છે.