કેનાલમાં રિક્ષા પલટી ખાતાં આઠ વર્ષનો બાળક તણાયો

724
gandhi1812018-1.jpg

બાયડ તાલુકાના ફાંટા-ધીરપુરા કેનાલ પાસેે પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં રીક્ષા પલટી ખાતાં કપડવંજ તાલુકાના દાના ગામનો ૮ વર્ષનો બાળક તણાયો હતો.   આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના દાના ગામાનો પરિવાર રીક્ષા લઈને દાના થી બોરડી ગામે જવા નિકળ્યો હતો. બપોરના સમયે આ કેનાલ પાસેથી પસાર થતી વખતે કોઈ કારણોસર રીક્ષા કેનાલમાં પલટી ખાતા પેસેન્જરો રીક્ષા સાથે કેનાલમાં પડયા હતા. જેમાં ૮ વર્ષનો આયુષ સુરેશભાઈ પરમાર રીક્ષામાંથી ફગોળાઈને કેનાલમાં પડયાં હતો.
કેનાલમાં પાણી વધુ હોય  તેથી તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં બાયડ મામલતદાર, પોલીસ, ફાયર બ્રિગેડને જાણ કરતાં તમામ ટીમો આવી પહોંચ્યા હતાં. બાળકની શોદખોળ આદરી હતી. પરંતુ કેનાલમાં પાણી વધુ હોવાના કારણે સાંજે સુધી બાળકનો કોઈ પતો મળ્યો ન હતો.

Previous articleમારા એન્કાઉન્ટર માટે કાવતરૂં હતુ : તોગડિયા
Next articleમેવડ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓનો માંગને લઈ હોબાળો