ગીરના પ્રસિદ્ધ પુરાતની તિર્થધામ તુલશીશ્યામ મંદિર ટ્રસ્ટમાં પ્રતાપભાઇ વરૂ (માજી. ધારાસભ્ય)ની ઉત્કૃષ્ટ સેવાને ધ્યાને લઇ આગામી તા.૦૯-૦૫-૧૯ ને ગુરૂવારે તળાજાના નવા સાંગાણા ખાતે આયોજીત ધર્મોત્સવમાં પૂ.મોરારિબાપુના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે.
નવાસાંગણા ખાતે અંબિકા આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ મહામંડલેશ્વર મહંત પૂ.રમજુબાપુ ગુરૂ દુઃખીશ્યામબાપુ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ અને રાજસૂય યજ્ઞના ધર્મોત્સવ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને એવોર્ડ આપી સન્માનિત કરાશે. જેમાં તા.૯મીએ તુલસીશ્યામ મંદરના વિકાસના સ્વપ્નદ્રષ્ટા એવમ ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂને પૂ.મોરારીબાપુના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે. આ તકે અન્ય મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ પણ ગોઠવાયો છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે પ્રતાપભાઇ વરૂ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. અને સાથે સાથે ગરાસીયા રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રીય સમાજ એક જ છે અને બંને સમાજને આહ્વાન કરતા કહેલ કે શિક્ષણ હશે તો આપડો સમાજ ગમે તેવી પરિસ્થિતિમાં ટકી શકશે. આપણે અખંડ ભારત માટે આપણાં રજવાડા સામેથી સરદાર વલ્લભભાઇ પટેલને આપી દિધા પછી જેણે જેણે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે તે રાજકૂળ ટકી શક્યા છે માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા હાંકલ કરી છે.